Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

શીખ વિરોધી રમખાણ : ૮૮ અપરાધીઓની સજા યથાવત

નિચલી કોર્ટના ચુકાદાને હાઈકોર્ટે યોગ્ય ઠેરવ્યો : દિલ્હીના ત્રિલોકપુરી વિસ્તારમાં શીખ વિરોધી રમખાણ વેળા હિંસા થઇ હતીઃવર્ષ ૧૯૯૬માં ચુકાદો આવ્યો હતો

નવી દિલ્હી, તા. ૨૮ : દિલ્હી હાઈકોર્ટે પૂર્વીય દિલ્હીમાં ત્રિલોકપુરી વિસ્તારમાં વર્ષ ૧૯૮૪માં શીખ વિરોધી રમખાણ દરમિયાન થયેલી હિંસાના મામલામાં નિચલી કોર્ટના ચુકાદાને આજે યોગ્ય ઠેરવ્યો હતો. નિચલી અદાલતે ૮૮ લોકોને દોષિત ઠેરવીને પાંચ-પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી જેના ઉપર ૨૨ વર્ષના લાંબાગાળા બાદ હાઈકોર્ટે મંજુરીની મહોર મારી હતી. દોષિતોને ૨૭મી ઓગસ્ટ ૧૯૯૬ના દિવસે ટ્રાયલ કોર્ટે આપેલા ચુકાદાને પડકાર ફેંકવામાં આવ્યો હતો. ટ્રાયલ કોર્ટે તેમને હિંસા ફેલાવવા, ઘર ફૂંકી મારવા, સંચારબંધીનો ભંગ કરવાના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. હવે હાઈકોર્ટે પણ ટ્રાયલ કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો છે. આ પહેલા ૧૪મી નવેમ્બરના દિવસે શીખ વિરોધી રમખાણના એક મામલામાં કોર્ટે યશપાલસિંહને દોષિત ઠેરવીને મૃત્યુદંડની સજા ફટકારી હતી. સાથે સાથે નરેશ શહેરાવત નામની વ્યક્તિને દોષિત ઠેરવીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. આ બંનેને દક્ષિણ દિલ્હીના મહિલાપાલપુર વિસ્તારમાં બે શીખની હત્યાના મામલામાં અપરાધી ઠેરવવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦મી નવેમ્બરના દિવસે ૧૯૮૪ના શીખ વિરોધ રમખાણોના મામલામાં કોર્ટે ૩૪ વર્ષના લાંબા ગાળા બાદ કોઇને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. દિલ્હીની એક અદાલતે હત્યા અને દોષી ઠરાવવામાં આવેલા નરેશ સહરાવતને આજીવન કારાવાસની સજા કરી હતી જ્યારે યશપાલસિંહને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. ગયા સપ્તાહમાં કોર્ટે આ કેસ સંદર્ભે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાના ચુકાદો અનામત રાખ્યો હતો. ગૃહ મંત્રાલયને ૨૦૧૫માં ૧૯૮૪ની હિંસાથી જોડાયેલા કેસોની તપાસ માટે સીટની રચના કરવામાં આવી હતી ત્યારબાદ આ પ્રથમ સજાનો આદેશ કરવામાં આવ્યો હતો. સજા પર દલીલો દરમિયાન અરજીદાર અને પીડિતાના વકીલેે દોષિતો માટે ફાંસીની સજાની માંગ કરી હતી જ્યારે બચાવપક્ષ તરફથી દયાની માંગ કરવામાં આવી હતી. કેન્દ્રના આદેશ પર રચના કરવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)એ ગયા સપ્તાહમાં એડિશનલ સેશન જજ અજય પાંડે સામે સજા પર દલીલો દરમિયાન દલીલ કરી હતી કે, દોષિતોનો ગુનો ગંભીર પ્રકૃતિનો છે જેને એક ષડયંત્ર રચીને અંજામ આપવામાં આવ્યો હતો. આજ કારણે હત્યાના ગુના માટે તેમને વધુમાં વધુ ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. દેશના પૂર્વ મુખ્યમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યા બાદ કેટલાક શહેરોમાં રમખાણો ભડકી ઉઠ્યા હતા.આ દરમિયાન સાઉથ દિલ્હીના મહિપાલપુર વિસ્તારમાં એક નવેમ્બર ૧૯૮૪ના દિવસે બે સીખ યુવકોની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. તે સમય રમખાણમાં ભોગ બનેલા સરદેવસિંહની ઉંમર ૨૪ વર્ષની હતી અને અવતારસિંહની ઉંમર ૨૬ વર્ષની હતી.  મંગળવારે આજ કેસમાં યશપાલસિંહ નએ નરેશને મૃત્યુદંડની સજા કરવામાં આવી હતી. આ પૂર્વે અદાલત બંને આરોપીઓને આઈપીસીની કેટલીક કલમો અંતર્ગત દોષી ઠરાવવામાં આવ્યા હતા અને કોર્ટે સજાનો આદેશ કર્યા બાદ તરત જ દોષિતોને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા હતા. ૧૯૮૪માં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દેશમાં સીખ વિરોધી હિંસા ભડકી ઉઠી હતી. ૧૯૮૪ના સીખ વિરોધી રમખાણોના કેસમાં ૩૪ વર્ષના લાંબા અંતરાલ બાદ મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે.

 

(7:51 pm IST)