Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં 91 મિનિટમાં 90 મી.મી.વરસાદ : સવારથી શરૂ થઇ ગયેલા વરસાદને કારણે રોડ ઉપર ગોઠણડૂબ પાણીમાં વાહનો ફસાયા : વીજપ્રવાહ ખોરવાયો : 45 કી.મી.ની ઝડપે પવન ફુંકાયો : 130 ડોમેસ્ટિક તથા 4 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ

 સિડની : ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આજ બુધવારના રોજ સવારથી મુશળધાર વરસાદ શરૂ થઇ જતા 91 મિનિટમાં 90 મી.મી.પાણી પડી ગયું છે. રોડ ઉપર ગોઠણડૂબ પાણીમાં  વાહનો ફસાતા તાત્કાલિક રેસ્ક્યુ શરૂ કરી1 ડઝન જેટલા લોકોને બચાવી લેવાયા છે.વીજપ્રવાહ ખોરવાઈ ગયો છે. 45 કી.મી.ની ઝડપે પવન ફુંકાતા  લોકોને ઘરની બહાર નહીં નીકળવા ચેતવણી આપવામાં આવી છે.

 હજુ પણ વધુ વરસાદ તથા પવન ફૂંકાવાની આગાહી વચ્ચે સિડની,ઉપરાંત ઈલ્લવાર રીજીઅન,હન્ટર,સાઉથકોસ્ટ,સેન્ટ્રલ ટેબલલેન્ડ તથા નોર્થ ટેબલલેન્ડમાં તાત્કાલિક તંત્ર સાબદું કરી દેવાયું છે.

ભારે વરસાદ તથા પવનને કારણે 130 ડોમેસ્ટિક તથા 4 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:34 pm IST)