Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

૧૪ રાજ્ય, ૯૦ હત્યા : આ છે અમેરિકાનો સૌથી ખતરનાક સીરિયલ કિલર!

નશાખોર અને દેહવેપાર કરતી મહિલાઓને સેમુઅલ લિટલ બનાવતો હતો શિકાર

ઓસ્ટિન તા. ૨૮ : અમેરિકાના એક સીરિયલ કિલર, જેણે ૯૦ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. ૫૦ વર્ષોમાં તેણે આ હત્યાઓને અંજામ આપ્યો. આ સીરિયલ કિલરનું નામ સેમુઅલ લિટલ છે. સેમુઅલ લિટલે પોતાની સજા દરમિયાન સ્વીકાર્યું કે તેણે ૯૦ હત્યાઓ કરી છે. લિટલના ખુલાસા બાદ પોલીસ અન્ય હત્યાઓના મામલની પણ આ લિંક સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે. આ મામલો સામે આવ્યા બાદ સેમુઅલ લિટલને અમેરિકાનો સૌથી ખતરનાક સીરિયલ કિલર માનવામાં આવી રહ્યો છે. હાલ લિટલ ત્રણ મહિલાઓની હત્યાના ગુનામાં સજા કાપી રહ્યો છે. તેને ટેકસાસ જેલમાં રાખવામાં આવ્યો છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, લિટલે આ તમામ હત્યાઓને ૫૦ વર્ષોમાં લગભગ ૧૨ રાજયોમાં અંજામ આપ્યો. ૭૮ વર્ષના સીરિયલ કિલર લિટલે કબૂલ્યું કે તેણે આ હત્યાઓ અમેરિકાના ફલોરિડા, ટેકસાસ, જયોર્જિયા, ઈન્ડિયાના, મિસિસિપી, ઓહાયો, ન્યૂ મેકિસકો, સાઉથ કેરોલીના સહિત અનેક રાજયોમાં કરી.

ઉલ્લેખનીય છે કે, હાલ લિટલ ત્રણ મહિલાઓનું ગળું દબાવીને હત્યા કરવાના મામલામાં સજા કાપી રહ્યો છે. તેણે આ હત્યાઓ ૧૯૮૭થી ૧૯૮૯ની વચ્ચે કરી હતી. વર્ષ ૨૦૧૪માં લિટલને આ હત્યાઓની દોષી ઠેરવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ મામલામાં તપાસ ૨૦૧૨થી શરૂ થઈ હતી. મામલાનો ખુલાસો ત્યારે થયો જયારે માર્સિયા અને તેના પાર્ટનર જાસૂસ મિત્જી રોબર્ટસએ એક શેલ્ટરમાં તેને એક હત્યાના મામલામાં પકડ્યો હતો. ડિસ્ટ્રીકટ એટોર્ની બોબી બ્લાંડે જણાવ્યું કે જો તેની પર લાગેલા તમામ આરોપ સિદ્ઘ થઈ જાય છે તો સૈમુઅલ લિટલ અમેરિકાનો સૌથી ખતરનાક સીરિયલ કિલર બની જશે.

લિટલ પર આ વર્ષે ટેકસાસમાં એક મહિલાની હત્યા કરવાનો આરોપ લાગ્યો, ત્યારબાદ તેને ટેકસાસ જેલ લાવવામાં આવ્યો. લિટલે કબૂલ્યું કે તેણે ૯૦થી વધુ હત્યાઓ કરી છે. જેમાંથી હજુ સધી ૩૦ કેસોને પરસ્પર જોડવામાં આવ્યા છે. લિટલના કબૂલનામા બાદ ૯૦ મામલાઓમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેણે જણાવ્યું કે, તે એવી મહિલાઓને પોતાનો શિકાર બનાવતો હતો જેને નશાની લત હતી અથવા તો મહિલાઓ દેહવેપાર કરતી હતી. મહિલા પર હુમલા કર્યા બાદ તેનું ગળું દબાવી તેની હત્યા કરી દેતો હતો. તપાસમાં મહિલાઓના શરીરથી લિટલનું સીમન મળી આવ્યું હતું. જે તેની વિરુદ્ઘ એક મજબૂત પુરાવો બન્યો. લિટલની સૌથી પહેલા ૧૬ વર્ષની ઉંમરે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેણે અલગ-અલગ મામલાઓમાં ૧૦ વર્ષની જેલની સજા કાપી હતી.(૨૧.૨૩)

(3:25 pm IST)