Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

અમેરિકાના પ્લાનો ટેક્સાસમાં 10 નવે.ના રોજ દિવાળી ઉત્સવ,અન્નકૂટ દર્શન તથા સત્સંગનું આયોજન કરાયું :વૈષ્ણવ મિલનના ઉપક્રમે કરાયેલી ઉજવણી અંતર્ગત ક્રષ્ણલીલાના ગુણગાન,કીર્તન,ધોળ,ભજન,સહિતના આયોજનો કરાયા : વૈષ્ણવો ભાવવિભોર

ટેક્સાસ:પ્લાનો,ટેક્ષાસમાં,નિકુંજની,ભાવનાથીબિરાજતા,ગૃહસેવાનાસેવ્ય,શ્રીઠાકોરજી, શ્રી મહારાણીમાં , શ્રી નાથજી બાવાઅને શ્રી મહાપ્રભુજીની પાંચ બેઠકજી અને અત્રે બિરાજતા બધાજ નિધિસ્વરૂપોના,સાન્નિધ્યમાં,  ભવ્ય દિવાળીઅન્નકૂટ મનોરથ, વૈષ્ણવ મિલન , પ્લાનોના,સૌજન્યથી, 

વૈષ્ણવ મિલન માસિક સત્સંગની ઉજવણી સાથે તા,૧૦,,નવેમ્બર,શનિવારે બપોરે , વિશાળ સંખ્યામાં  વૈષ્ણવોની  હાજરીમાં ઉજવાયો ,છેલ્લા છત્રીસ   વર્ષથી ચાલુ અન્નકૂટ ઉત્સવની પરંપરા આ  વર્ષે પણ અતુટ  ચાલુ રહી ,શ્રી કૃષ્ણે સાત દિવસ સુધી ગોવર્ધનને પોતાની ટચલી આંગળી ઉપર ધારણ કરેલ અને તેથીજ આજે પણ પુષ્ટિમાર્ગીય સ્થાનોમાં ફક્ત એકમ થી સાતમ સુધીમાંજ અન્નકૂટ ઉત્સવ ઉજવવાની પુષ્ટિમાર્ગીય  પ્રણાલિકા રહી છે.

   પ્રસંગે  શ્રી ઠાકોરજીને  ફક્ત ઘરે બનાવેલ મીઠાઈમેવા,પકવાન,બારેમાસનાશાકભાજી,ફરસાણ  ધરાવવામાં આવ્યા, .

અહીથતાઅન્નકૂટનું  ખાસ  આકર્ષણ શ્રી ગોવર્ધન ધારણ લીલા હોય છેજે નાના  ,બાળકોવડિલ વર્ગસોઉંને વ્રજની યાદ આપી જાય છે. જેમાં માટી અને શીલાના  ગોવર્ધન બનાવવામાં આવે છે ,અને જેમાં આખું વ્રજ મંડળ સમાઈ જાય છે,ગુજરાતી અને અંગ્રેજીમાંલખેલ વ્રજના નામના labels  ,સરળતાથી સમજી શકાય   તેમ  હોય છેઉપર શ્રીનાથજીનું મંદિરઆન્યોરના શ્રી મહાપ્રભુજીની બેઠકજી , મુખાર્વીન્દના ગોવર્ધનનાથજીના

દર્શનસાથે દૂધ સ્ત્રવતી એક ગાયના દર્શન  કરતા વૈષ્ણવો થાકતા નથી,તેવીજ રીતે નીચે ઉભેલા 

ગોપાલ કૃષ્ણ , ગોવર્ધનને, પોતાની ટચલી આગળી ઉપર ધારણકરેછેત્યારેવજના , ગોપ

ગોપીઓગાયો , પશુ પક્ષીઓ બધાજ શરણમાં આવેછે દ્રશ્ય ખુબજ, આહલાદક   હોય છે.,ભાવી 

પેઢીના બાળકો માટે માર્ગદર્શિત બની રહે છે.

ત્રણ થી  વર્ષના બાળકો,પ્રસંગ દરમ્યાન આવીજ કૃષ્ણનીલીલાના,ગુણગાનની,વાર્તાકહેછે.પ્રસંગને

અનુરૂપ કીર્તનધોળ ભજનઓડીઓ/વિડીઓ,સાથે  ગવાય છે.દર વર્ષે નક્કીકરવામાં આવતા રંગની ભાવના સાથે જ,શ્રી ઠાકોરજીને એજ રંગના સાજ અને વૈષ્ણવો પણ એજ રંગના,કપડા પહેરે છે,આ વર્ષે લાલ  ઘટામાં સજ્જ શ્રી ઠાકોરજી ,સમસ્ત ગોપ મંડળઅત્રેની ગોઉશાળાની ગાયો અને તુલસીજીના વસ્ત્રો પણ લાલ કલરના ,જાણે  લાલ ફૂલોની જાજમ પાથરેલી હોય ,સમસ્ત વ્રજમંડળ અને પોતાની બધીજ લીલા પરિકર સાથે આજે  અહીજ પધાર્યા હોય તેવું દ્રશ્યલાગતું હતું.

ઉત્સવ પછી  વૈષ્ણવોપ્રેમથી પ્રસાદી લઇ અને ઘરે જાય છે.

અહી રમા એકાદશીથી દિવાળીની વધાઈ  અને દર્શન શરુ થઇ જાય છે.અને દેવપ્રબોધિની એકાદશીએ તુલસીવિવાહના,મંડપરચાયછે,,ત્યાંસુધીનું,માહોલજ,કઈકજુદુંહોયછે. 

ધન તેરસના દિવસે ગાયો  નું પૂજન(તેમને  ત્યાં શ્રીજીની વહાલી  ગાયોની ગોઉશાળા છે જેમાં લગભગસવાસો  કરતાય વધુ જેટલી ,દુનિયા ભરની ગાયો,  ઠાકોરજીની સન્મુખછે.) કરવામાં આવ્યું,  

રૂપચૌદશનાદિવસે શ્રીઠાકોરજીને અભ્યંગ સ્નાન સાથે કેસર સ્નાન કરાવવામાં આવ્યુંદિવાળીનાદિવસે લાલાની હાટભરાઈદીપ માલિકાના,  દર્શનથયા, અહી દિવાળીના શુભ દિવસે શ્રી ગીરીરાજજીની સ્થાપના કરવામાંઆવેછે.બેસતા વર્ષે,ગોવર્ધન પૂજાશ્રીગીરીરાજ પૂજન/દૂધ સ્નાન થયું.

 અહી વર્ષભરના બધાજ પુષ્ટિમાર્ગીય ઉત્સવો એજ દિવસે  ઉજવાયછે,ભલે પછી weekdays કેમ ના,હોય .અહી વર્ષભરમાં હજારોની સંખ્યામાં  વૈષ્ણવોને દર્શનસત્સંગ નો લાભ તથા  આનંદ મળે છે.

સોઉંથી  મહત્વની વાત  છે કે,એમને ત્યાં હોય કે પછીવૈષ્ણવ મિલન નો કોઈ 

પણ પ્રસંગ હોય , ક્યારેય પણ કોઈપણ

જાતના ફંડફાળા કે પૈસાની ભેટ સ્વીકારવામાં આવતી નથી.અને કદાચ એજ વધુ ને વધુ વૈષ્ણવોના 

મિલનઅત્રે  કરાવે છેઅજાણ વૈષ્ણવો પણ દુરથી દોડીને દર્શન કરવા  અચાનક આવી જાય છે

વધુ માહિતી માટે વૈષ્ણવ મિલનની Facebook/email:vaishnav_milan@yahoo.com પર સંપર્ક સાધવા વિનંતી કરી હોવાનું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

 

(12:58 pm IST)