Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

સુશાંતની બંન્ને બહેનો રિયાની FIR સામે બોમ્બે હાઇકોર્ટ પહોંચી

સુશાંતની બહેનોને સતાવ્યો ધરપકડનો ડર : રિયા ચક્રવર્તીએ દાખલ કરેલી ફરિયાદની એફઆઇઆર કોપીને મુંબઇ પોલીસે સીબીઆઇને સોંપી છે : અહેવાલ

મુંબઈ,તા.૨૮  : બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહ અને મીતૂ સિંહ વિરુદ્ધ રિયા ચક્રવર્તીએ સપ્ટેમ્બર મહિનામાં એક એફઆઇઆર નોંધાવી હતી. હવે સુશાંતની બહેનોને તે વાતનો પણ ડર સતાવી રહ્યો છે કે સીબીઆઇ તેમની પણ ધરપકડ કરી શકે છે. ધરપકડથી બચવા માટે તેમણે હવે બોમ્બે હાઇકોર્ટની રજૂઆત કરી છે કે તે આ કેસનું વહેલી તકે સમાધાન લાવે. રિયા ચક્રવર્તીએ સપ્ટેમ્બર મહિનામાં સુશાંતની બહેનો વિરુદ્ઘ એફઆઇઆર દાખલ કરી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે સુશાંતની બહેનો એક્ટરને કોઇ પણ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ આપતી હતી. જેના કારણે એક્ટરને પેનિક અટેક આવ્યો હતો અને તેણે સુસાઇડ કર્યું હતું. રિયાએ દાખલ કરેલી ફરિયાદમાં એફઆઇઆરની કોપીને મુંબઇ પોલીસે સીબીઆઇને સોંપી છે.

               હવે સુશાંતની બહેનોને તે વાતની ડર છે કે શું સીબીઆઇ તેમની પણ ધરપકડ કરશે? આ માટે પ્રિયંકા અને મીતૂએ બોમ્બે હાઇકોર્ટમાં પેટિશન ફાઇલ કરી છે અને આ મામલે સુનવણી જલ્દી કરવાનું કહ્યું છે. સુશાંતની બંને બહેનો ઇચ્છે છે કે રિયા દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઇઆર હેઠળ તેમની સામે કોઇ એક્શન લેવાની સંભાવના બને તે પહેલા કોર્ટમાં સુનવણી થાય. તમને જણાવી દઇએ કે બંને પોતાના વકીલના માધ્યમથી જસ્ટિસ એસ એસ શિંદે અને જસ્ટિસ એમ એસ કર્નિક સામે આ વાત રાખી હતી. જો કે આ મામલે રિયા ચક્રવર્તીએ બોમ્બે હાઇકોર્ટને અપીલ કરી છે કે તે સુશાંતની બહેનોએ જે એફઆઇઆર રદ્દ કરવાની અપીલ કરી છે તેને ફગાવી દે અને તેની બહેનોની વિરુદ્ધ એક્શન લે. તમને જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતની મોત પછી રિયા ચક્રવર્તીએ પોતાના નિવેદનમાં એક્ટરને ડ્રગ્ટ એડિક્ટ અને ક્લાઉસ્ટોફોબિક જણાવ્યો હતો. સુશાંત ૧૪ જૂનના રોજ પોતાના બાંદ્રા સ્થિત ઘરમાં મૃત હાલતમાં મળ્યા. આ મામલે તપાસ પછી મોટી એન્જસીઓ પણ આ તપાસમાં જોડાઇ.

(7:59 pm IST)