Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

શિકારનો પીછો કરી રહેલા દીપડાની જોરદાર છલાંગ

દીપડાની ચપળતાથી લોકો ચકિત : ૨૦ ફુટના દરવાજાને દીપડાએ સેકન્ડના દસમાં ભાગમાં ઓળંગી દીધો, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

નવી દિલ્હી,તા.૨૮ : સોશિયલ મીડિયા પર અનેકવાર કોઈને કોઈ વીડિયો લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બનતા હોય છે. જોતજોતામાં તે વાયરલ પણ થઈ જાય છે. આવો જ એક વીડિયો હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો હેરાન થઈ રહ્યા છે. આ વીડિયો એક દીપડાનો છે. તેમાં દીપડો પોતાના શિકારનો પીછો કરતો જોવા મળી રહ્યો છે, પરંતુ વચ્ચે આવેલા એક ઊંચા દરવાજાને તે છલાંગ મારીને પાર કરી દે છે. આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો ક્યાંનો છે, તેની પુષ્ટી નથી થઈ શકી. તેને ટ્વીટર પર ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારી સુશાંત નંદાએ શૅર કર્યો છે. આ ઉપરાંત મુંબઈની વાઇલ્ડલાઇફ બાયોલોજિસટ નિકિત સુર્વેએ પણ શૅર કર્યો છે. આ વીડિયોને જોઈને લોકો ઘણા હેરાન છે. તેને લઈને લોકો પોતાની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. વીડીયોમાં નાના પ્રાણીની તો ઓળખ નહોતી થઈ શકી.

             પરંતુ તેમાં જોઈ શકાય છે કે તેની પાછળ ખૂબ જ ઝડપથી દોડતો એક દીપડો જોવા મળી રહ્યો છે. આ દૃશ્ય સીસીટીવીમાં કેદ થયું છે. વીડિયોમાં નાનું પ્રાણી એક ૨૦ ફુટ ઊંચા દરવાજાની નીચેથી સરકીને ભાગવામાં સફળ રહે છે. પરંતુ પાછળ પડેલા દીપડાએ આખે આખે દરવાજો જ કૂદીને ઓળંગી દીધો. બીજી તરફ કેટલા લોકોનું કહેવું છે કે નાનું પ્રાણી કૂતરું હતું તો કેટલાકનું કહેવું છે કે તે બિલાડી હતી. કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો છે કે આ ઘટના રાજસ્થાનના માઉન્ટ આબૂનો છે. આ વીડિયોને અત્યાર સુધી ૧.૨૬ લાખથી વધુ વખત જોવામાં આવી ચૂક્યો છે.

(7:28 pm IST)
  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના સંક્રમિત : બિહાર ચૂંટણી કમપેનમાં શામેલ સ્મૃતિ ઈરાનીએ સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવા ટ્વીટર દ્વારા જાણ કરી access_time 7:03 pm IST

  • ' વૃંદાવનમાં બાંકે બિહારીનો જયજયકાર ' : દર્શન માટે આવી રહેલા શ્રદ્ધાળુઓની સંખ્યામાં આજથી વધારો કરાયો : દરરોજ બે હજાર ભક્તોને બદલે હવેથી અઢી હજાર ભક્તો દર્શન કરી શકશે : દર્શન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત : કોવિદ -19 ના નિયમોનું પાલન કરવાનું રહેશે access_time 2:05 pm IST

  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 80 લાખને પાર પહોંચ્યો:નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,597 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80,34,702 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,03,275 થયા:વધુ 52,087 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73,09, 532 રિકવર થયા :વધુ 469 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,20,524 થયો access_time 1:00 am IST