Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

જમતા જમતા ટીવી જોવાથી બની શકો છો મોટાપાનો શિકાર

મુંબઇ, તા.૨૮: જો તમે પણ તેવા લોકોમાં સામેલ છો. જે ટીવી જોતી વખતે નાસ્તો અથવા તો ભોજન કરો છો.તો જરા અટકી જોજો. તમારી આ આદત તમારા આરોગ્ય ભારે પડી શકે છે. અમે તમને બતાવીએ કે ટીવી જોતી વખતે નાસ્તો ખાવાથી કયું નુકસાન તમને થઈ શકે છે.

ઘણા સંશોધનોમાં જોવા મળ્યું છે કે જે યુવાનો ટીવી જોતી વખતે નાસ્તો કરે છે, તેમના શરીરમાં મેટાબોલિઝમ ની આશંકા વધારે રહે છે. એ પણ જોવામાં આવ્યું છે કે મેટાબોલિક સિન્ડ્રોમ ના કારણે બાળકોમાં બ્લડપ્રેશર વધવાની, હાઈ બ્લડ શુગર, કમરની ચરબી વધવી અને કોલેસ્ટ્રોલ વધવા જેવી ફરિયાદો રહે છે.

ક્ષમતા કરતા વધારે ખાવું:- આ વસ્તુ તો તમે જાતે પણ અનુભવી હશે કે ટીવી જોતી વખતે નાસ્તો કરવાથી ઘણીવાર લોકો પોતાની ક્ષમતા અને જરૂરિયાત કરતાં વધારે ખાઈ લે છે, જેનો શરીર પર પ્રતિકૂળ પ્રભાવ પડે છે. અપચોઃ-ટીવી જોતી વખતે દ્યણીવાર લોકો જે પોઝિશનમાં હોય છે, તે પોઝિશનમાં જ નાસ્તો ખાય છે. અને ખોટી પોઝિશનમાં ખાવાના કારણે અપચાની સમસ્યા થવા લાગે છે.

(3:57 pm IST)
  • દિલ્હીની તમામ શાળાઓ અનિશ્ચિત સમય માટે બંધ: કોરોના ફરી ભભૂકયો દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું છે કે, દિલ્હીની તમામ શાળાઓ આગામી આદેશો સુધી બંધ રહેશે. આમ દિલ્હીની તમામ શાળાઓ અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવી છે. દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે આ આદેશ લેવામાં આવ્યો છે access_time 12:31 pm IST

  • ૩૧મી ઓકટોબરે ગુજરાતમાં ટુરીસ્ટો માટે અનેક સવલતો ખુલ્લી મૂકશે નરેન્દ્રભાઈઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૩૧ ઓકટોબરે નરેન્દ્રભાઈ મોદી ટુરીસ્ટો માટે 'સી પ્લેન' સહિત સંખ્યાબંધ સવલતો ખુલ્લી મૂકશે : સ્પાઈસ જેટે આ માટે ૫૦ વર્ષ જૂનું એર ક્રાફટ ખરીદ્યુ છે : એરલાઈન્સના કહેવા મુજબ આ વિમાન સંપૂર્ણ સલામત જાળવણી કરેલુ અને શ્રેષ્ઠ કન્ડીશનમાં છે access_time 12:41 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 42,714 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 79,88,783 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,10,345 થયા:વધુ 58,006 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 72,57,022 રિકવર થયા :વધુ 509 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,20,053 થયો access_time 1:08 am IST