Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

દેશના મોટા ગજાના ઉદ્યોગપતિએ લંડનમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યાની જોરશોરથી અફવા

નવી દિલ્હી : દેશના સૌથી મોટા એક ઉદ્યોગપતિએ લંડનમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરાવ્યાની જોરશોરથી અફવા ચાલી રહી છે : આ સર્જરી સફળ પણ રહી હોવાની અફવા છે : છેલ્લા બે દિવસથી આવા અફવા ઉડી રહી છે જો કે આ બાબતે કોઇ સત્તાવાર સમર્થન મળતું નથી : એવી પણ અફવા છે કે આ ઉદ્યોગપતિની તબિયત હમણા સારી રહેતી ન હોય તેઓ ધડાધડ કેટલાક નિર્ણયો લઇ રહ્યાં છે અને પોતાનો હિસ્સો પણ વેંચી રહ્યા છે-રોકડી કરી રહ્યા છે

(3:42 pm IST)
  • ફરજ પાલનમાં બેદરકારી સબબ દિલ્હી યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર યોગેશ ત્યાગી સસ્પેન્ડ : તેમના ઉપરના આરોપોની તપાસ માટે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આદેશ આપ્યો access_time 6:37 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 42,714 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 79,88,783 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,10,345 થયા:વધુ 58,006 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 72,57,022 રિકવર થયા :વધુ 509 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,20,053 થયો access_time 1:08 am IST

  • મુખ્યમંત્રી પદ ગુમાવવાથી કમલનાથ પાગલ થઇ ગયા છે : તેમની માતા કે બહેન બંગાળની આઈટમ હોય શકે છે : ઈમરતી દેવીને' આઈટમ ' કહેનાર કમલનાથ ઉપર વળતો પ્રહાર : ચૂંટણી પંચે નોટિસ પાઠવી : 48 કલાકમાં જવાબ દેવાનો ઈમરતીદેવીને આદેશ કર્યો access_time 8:38 pm IST