Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

સાજા થયા બાદ માનસિક સ્થિતિ પ્રતિકુળ થઇ જાય છે

કોરોના દર્દીઓનું મગજ ૧૦ વર્ષ વૃધ્ધ થઇ જાય છે

લંડનની ઇમ્પીરીયલ કોલેજમાં ડોકટર એડમ હેમ્પશાયરના નેતૃત્વમાં ૮૪૦૦૦થી વધુ લોકોના અભ્યાસ બાદ ચોંકાવનારા તારણો

લંડન, તા.૨૮: કોરોના વાયરસને લઈને રોજ નવા રિસર્ચ સામે આવી રહ્યા છે. દુનિયાભરમાં રસી શોધાઈ રહી છે રિસર્ચ થઈ રહ્યા છે. આ દરમિયાન એક નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે કોરોના સંક્રમણમાંથી સાજા થનારા લોકોના મસ્તિષ્ક પર બહું જ ખરાબ અસર કરે છે. તે મગજને ૧૦ વર્ષ વૃદ્ઘ હોવાના બરાબર હોય છે. મતલબ કે મસ્તિષ્કની કાર્ય પ્રણાલી બેકાર થઈ જાય છે.

લંડનના ઈમ્પિરિયલ કોલેજના એક ડોકટર એડમ હૈમ્પશાયરના નેતૃત્વમાં ૮૪,૦૦૦ થી વધારે લોકો પર કરવામાં આવેલા સમીક્ષાત્મક અધ્યયનમાં જોવા મળ્યું કે ગંભીર મામલામાં કોરોના સંક્રમણનો સંબંધ મહિનાઓ માટે મસ્તિષ્કને થનારા નુકસાનથી છે. જેમાં મસ્તિષ્કની કામ કરવાની સમજ તથા ક્ષમતાની પ્રક્રિયા સામિલ છે.

કોંગ્રેટિવ ટેસ્ટ અંતર્ગત એ તપાસવામાં આવે  છે કે માણસનું મસ્તિષ્ક કેટલું સારી રીતે કાર્ય કરી રહ્યું છે. જેમાં લોકોને પહેલી ઉકેલવાનું કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ ટેસ્ટમાં અલ્ઝાઈમરના દર્દીઓ માટે હોય છે. હૈમ્પશાયરની ટીમે ૮૪, ૨૮૫ લોકોના પરિણામનું વિશ્લેષણ કર્યુ છે. જે લોકોને ગ્રેટ બ્રિટિશ ઈન્ટેલિજન્સિ ટેસ્ટ નામનું એક અધ્યયનને પુરુ કર્યુ છે.  આ તમામ પરિણામના કેટલાક વિશેષજ્ઞો દ્વારા સમીક્ષા થવાની છે. જેને MedRxiv વેબસાઈટ પર ઓનલાઈન પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

કોંગ્રેટિવ નુકસાન ખાસ કરીને કોરોના સંક્રમણને કારણે દાખલ થયેલા લોકોમાં વધારે છે. એડિનબર્ગ યુનિ.માં ન્યૂરોઈમેજિંગના પ્રોફેસર ઓઆના વાર્ડલોના જણાવ્યાનુંસાર લોકોમાં કોરોના સંક્રમણ પહેલા મસ્તિષ્કમાં કોંગ્રિટિવ નુકશાન પહોંચતું જોવા મળ્યું.

(3:40 pm IST)