Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટવામાં દક્ષિણ એશિયાઇ સમૂદાય નિર્ણાયક

ટ્રમ્પનું ધ્યાન અર્થવ્યવસ્થા ઉપર : બીડન સમાનતા ઉપર જોર દઇ રહ્યા છે

વોશિંગ્ટન, તા. ર૮ : અમેરિકામાં છેલ્લી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જયાં ડેમોક્રેટીક પાર્ટી માટે ભારતીય મૂળના અમેરિકી મોટા સમર્થક છે, પણ હ્યુસ્ટનમાં ર૦૧૯માં હાઉડી મોદી કાર્યક્રમ બાદ દૃશ્ય બદલાયું છે.

અમેરિકાના પ્રમુખ સ્વીંગ રાજયોમાં સ્થાનિક મતદારોની સંખ્યા મહત્વપૂર્ણ છે. બધા મોટા દક્ષિણ એશિયાઇ સમુદાય છે, જેથી જીતનું અંતર ઓછું થવાની સંભાવના છે. ભારતીય મુળના વધારે સંખ્યાવાળા ન્યુયોર્ક, ન્યુજર્સી અને કેલીફોર્નિયા ડેમોક્રેટીક રાજય માનવામાં આવે છે અને ચૂંટણીમાં તેનો વધારે પ્રભાવ પડવાની શકયતા નથી, જયારે સ્વીંગ રાજયો નિર્ણાયક બનેશ. જોકે ભારત માટે કોણ વધુ લાભદાયક છે એ પ્રશ્ન પણ ઉઠે છે.

છેલ્લા ૩૦ વર્ષમાં ઇન્ડો.-યુએસએ સંબંધો ઉપર ન ડેમોક્રેટીક અને ન રિપબ્લિક કોઇ મોટો પ્રભાવ પાડી શકેલ  તે એ વાત ઉપર નિર્ભર કરે છે કે ભારત સરકાર અમેરિકી સમકક્ષ સાથે પોતાના સંબંધો કેવી રીતે રાખે છે. મોદી ભારતીય મૂળના અમેરિકી મતદારો અને ભામાશાઓને ટ્રમ્પ તરફ વાળવાની ક્ષમતા ધરાવે છે. કમ્યુનિટી હોસ્પિટાલીટી, હેલ્થકેર અને આઇટીમાં ભારતીય મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. બન્ને પક્ષો ઉપર આ સેકટર્સના મતદારોને આકર્ષીત કરવાનું ભારે દબાણ છે. ડેમોક્રેટે ૧૪ ટકા અશ્વેત મતદારો જયારે રિપબ્લીકે ૧૪ ટકા એશિયાઇ મતદારો ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

ટ્રમ્પ ફકત અર્થવ્યવસ્થા અને કોરોના માટે ચીનને જવાબદાર ઠેરવી રહ્યા છે, ત્યારે બીડન સમાનતા ઉપર જોર દે છે. ડેમોક્રેટ સપ્રાવીસી નીતિ ઉપર ઉદાર છે. જયારે ટ્રમ્પ સ્થાનિક રોજગારને મહત્વ આપે છે.

(3:39 pm IST)