Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

GST કેસમાં શંકાના આધારે ધરપકડ કરવી નહીં : HC

GSTના કેસમાં આડેધડ ધરપકડો સામે હાઇકોર્ટનો આદેશ

નવી દિલ્હી,તા.૨૮ : ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ કર્યો છે કે, કોઈપણ વ્યકિત પર ટેકસ ચોરી, ટેકસ ભર્યો ન હોય આ ઉપરાંત ટેકસ સંબંધિત વિવિધ મુદ્દે આરોપો હોય તો, આ સંજોગોમાં જીએસટી કમિશનરને લાગે કે આરોપીની ધરપકડ જરુરી છે, ત્યારે તેની ધરપકડના આદેશ સાથે સંપુર્ણ માહિતી (એરેસ્ટ મેમો) ફરજીયાત આપવાનો રહેશે. આરોપીની ધરપકડની વિગત સંપુર્ણ પારદર્શિતાભરી હોવી જોઈએ.કોર્ટે એ પણ નોંધ્યું હતું કે, આરોપી સામે પુરતા પુરાવા હોય તો જ ધરપકડ કરોે, માત્ર શંકાના આધારે કાર્યવાહી કરવી નહીં અને રેરેસ્ટ ઓફ રેર કેસમાં જ ધરપકડ કરો.

જીએસટી અધિકારી મનફાવે તે રીતે ધરપકડ કરી શકે નહીં. હાઈકોર્ટનુ અવલોકન છે કે, જો જીએસટી અધિકારીએ આરોપીને તેની ધરપકડ અંગે યોગ્ય માહિતી કે વિગતો દર્શાવી નહીં હોય તો મેજિસ્ટ્રેટ તેની કસ્ટડી સોંપવાની ના પાડી શકે છે. આ પ્રકારના કેસમાં ધરપકડ સમયે, સીઆરપીસીની કોગ્નિઝેબલ અને નોન કોગ્નિજેબલ ગુન્હાઓ માટેની પ્રક્રિયા લાગુ પડશે નહીં. ન્યાયિક પ્રક્રિયા હાથ ધરી દીધી હોય ત્યારે આકારણીનો આદેશ કરવો જરુરી નથી.

હાઈકોર્ટે જીએસટી વિભાગને આદેશ કર્યો છે કે, ટેકસ સંબંધિત વિવિધ કેસમાં આરોપીની ધરપકડ કરવા અંગે યોગ્ય ડ્રાફ્ટ બનાવે, મતલબ કે એરેસ્ટ મેમો માટેનુ યોગ્ય ફોર્મેટ બનાવવામાં આવે. હાલ, જીએસટી વિભાગ પાસે આરોપીની ધરપકડ કરવા માટેનો યોગ્ય ડ્રાફ્ટ જ નથી. એરેસ્ટ મેમો એ ગેરકાયદેસર ધરપકડ સામે સલામતીના કવચ સમાન છે. આ ઉપરાંત, ધરપકડ માટેની કાયદાકીય પ્રક્રિયાનુ અગત્યનુ દ્યટક પણ છે. જીએસટીના કેસમાં આરોપીની દ્યરપકડ મુદ્દે પારદર્શિતા જળવાય તે જરુરી છે. આ માટે, જીએસટી અધિકારીઓ ધ્યાન રાખે. મહત્વનુ છે કે,  વર્ષ ૨૦૧૯માં જીએસટી અધિકારીએ અમદાવાદના કઠવાડાના જીઆઈડીસી સ્થિત વ્યાપારિક એકમોને ટેકસ મુદ્દે સમન્સ પાઠવ્યા હતા. આ મુદ્દે, વેપારીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે સંદર્ભે હાઈકોર્ટે આદેશ કર્યા છે.

હાઈકોર્ટે નિશ્ચિત કરેલી ગાઈડલાઈન્સ આરોપી સામે પુરતા પુરાવા હોય તો ધરપકડ કરો, માત્ર શંકાના આધારે કાર્યવાહી ન કરો રેરેસ્ટ ઓફ રેર કેસમાં જ કરચોરીના આરોપીની ધરપકડ કરો કોઈ વ્યકિતના ધંધાને વિપરિત અસર થાય તે રીતે ધરપકડ કરો નહીં વ્યકિતનુ સન્માન જળવાય તે રીતે કાર્યવાહી કરો મનફાવે તે રીતે ગમે ત્યારે ધરપકડ ન કરો ધરપકડ મુદ્દે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા અને માર્ગદર્શિકાનુ પાલન કરો અરજદાર વેપારીની રજૂઆત જીએસટીના કાયદાની કલમ ૭૩ અને ૭૪માં ધરપકડની કાર્યવાહી દર્શાવી ટેકસ ન ભર્યો હોય, ઓછો ભર્યો હોય, ખોટી રીતે ટેકસ રિફંડ મેળવ્યું હોય ત્યારે ધરપકડ થાય ઈનપુટ ટેકસ ક્રેડિટ ફ્રોડ કરીને અથવા તો ખોટી રીતે મેળવી હોય તો ધરપકડ ઈનપુટ ટેકટ ક્રેડિટની હકીકત છુપાવીને મેળવી હોય તો ધરપકડ આ પ્રકારના કેસમાં શો-કોઝ નોટિસ આપવી પડે પાંચ કરોડથી વધુની ટેકસ ચોરી હોય તો બિનજામીન પાત્ર ગુન્હો બને કાયદાની પ્રક્રિયાનુ પાલન કર્યા વગર ધરપકડ કરી ન શકો.

(3:09 pm IST)