Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

અત્યાર સુધીમાં ૮૭ હજાર ભારતીયોને કુવૈતથી ભારત લાવવામાં આવ્યા

ભારતીયોને વતન પરત લાવવા વંદે ઈન્ડિયા મિશન હેઠળ બીજા ફસાયેલા ભારતીયોને લાવવાનો કામગીરીના સુપ્રીમે કર્યો નિર્દેશ

નવી દિલ્હી, તા. ર૮ : સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્ર સરકારને કુવૈતમાં ફસાયેલા બાકીના ભારતીયોને પરત લાવવા પગલાં ભરવાનો નિર્દેશ આપ્યો છે. અગાઉ સરકારે કોર્ટને કહ્યું હતું કે ૧.૩ લાખ ભારતીયોએ કુવૈત પાછા ફરવા માટે અરજી કરી હતી, જેમાંથી ૮૭ હજારને ભારત લાવવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે ન્યાયાધીશ અશોક ભૂષણ, ન્યાયમૂર્તિ આર.સુભાષ રેડ્ડી અને ન્યાયાધીશ એમ.આર. શાહની ખંડપીઠને કહ્યું કે કુવૈતથી ભારતીયોને લાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ૧ ઓકટોબર સુધીમાં, કુલ વંદે ઇન્ડિયા મિશન હેઠળ ૫૫૯ ફ્લાઇટ્સ કુવૈતને મોકલવામાં આવી છે. કેન્દ્રની અરજીને પગલે ખંડપીઠે આ કેસની સુનાવણી ચાર અઠવાડિયા માટે મોકૂફ રાખી હતી.

(3:07 pm IST)