Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

ઓસ્ટ્રેલિયાના એરપોર્ટ ઉપર પાર્કિંગનું મહાસંકટ

ફ્લાઇટો બંધ થવાને કારણે વિમાનના પાર્કિંગ માટે જગ્યા નથી : એક ડેપો ઉપર ૧૦૦ વિમાનોનું પાર્કિંગ

સિડની  : ઓસ્ટ્રેલિયાના એરપોર્ટ પર વિમાનોના પાર્કિંગની સમસ્યા ઉભી થઈ છે.ઙ્ગ એરપોર્ટની બાજુમાં આવેલા એશિયા-પેસિફિક એરક્રાફ્ટ ડેપો પર ૧૦૦ થી વધુ વિમાનો પાર્ક કરવામાં આવ્યા છે. હવે વિમાનો પાર્ક કરવા માટે કોઈ જગ્યા નથી.

કોરોના સંકટને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ છે. જોકે, યુરોપ અને અમેરિકામાં કોરોનાના કેસોમાં વધારો થવા છતાં, લોકો હવે હવાઈ મુસાફરી કરી રહ્યા છે.ઙ્ગ એવિએશન એનાલીટીકલ કંપનીના કહેવા મુજબ એશિયા અને પ્રશાંત ક્ષેત્રોમાં કોરોના પૂર્વેની સ્થિતિ હવે પરત ફરી છે ત્યારે, અહીંથી દરરોજ ઓછામાં ઓછું એક વિમાન ઉડ્ડયન કરતુંં હોય છે. જે માંટે મોટાભાગનો જસ ચીનને ફાળે જાય છે, જયાં સ્થાનિક બજારો ફરી ખુલી ગયા છે, જો કે કોરોના વાયરસ ચીનથી જ ફેલાયો હતો.

ડેપો પર વિમાન પાર્ક કરવામાં ૧૨ લોકોની ટીમ ખડેપગે છે, જે પાંચ દિવસનો સમય લે છે. આમાંથી બે લોકોને વિમાનના એન્જિન અને સિસ્ટમની સુરક્ષા માટે, વિમાનને આવરી લેવા અને ટેપ મારવા માટે મૂકવામાં આવ્યા છે. તે ૪૦ થી ૫૦ ટેપ લગાવે છે. આ વિમાનોના કર્મચારી અને પાયલોટો, વિમાન કયારે ઉપડશે તેની રાહ જોઈ રહેલ છે.

(3:07 pm IST)