Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

ટેરર ફન્ડિંગ કેસમાં 'ગ્રેટર કાશ્મીર' અખબારની કચેરી સહીત જમ્મુ અને કાશ્મીરમાં 'એનઆઈએ'ના દરોડા : ૩ની ધરપકડ : લાખો રૂપિયાની મતા કબ્જે

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીર પોલીસે બાંદીપોર જિલ્લામાંથી એક ટેરર ફન્ડિંગના મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો અને ૩ લોકોની ધરપકડ કરી છે.

રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ બુધવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં આતંકવાદી ભંડોળના મામલામાં ચાલી રહેલી તપાસના ભાગરૂપે એક અગ્રણી અંગ્રેજી દૈનિક અખબારની ઓફિસનો પણ સમાવેશ થાય છે.

સ્થાનિક પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના અર્ધલશ્કરી સૈનિકોની સહાયથી રેસીડેન્સી રોડ વિસ્તાર પર 'ગ્રેટર કાશ્મીર' ની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

'એથ્રોટ' નામની સ્થાનિક એનજીઓની ઓફિસમાં પણ સાથો સાથે દરોડા પાડવામાં આવ્યા હતા, દાલ સરોવરમાં એચ.બી. હિલ્ટન' નામની હાઉસ બોટમાં તથા માનવાધિકાર કાર્યકર ખુરમ પરવીઝના નિવાસસ્થાન અને જૂના શહેર વિસ્તારોમાં અન્ય બે સ્થળોએ એન આઈ એ ના દરોડા પડયા છે.

પોલીસે જણાવ્યું હતું કે, તેમના કબજામાંથી રૂ. ૪ લાખની રોકડ સહિતની ગેરકાયદેસર સામગ્રી મળી આવી છે.

(3:03 pm IST)