Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

ટેરર ફંડિંગ મામલે કાશ્મીરથી લઇને બેંગલુરૂ સુધી દરોડા

NIAની મોટી કાર્યવાહીઃ દેશભરમાં ૧૦ સ્થળે તપાસ શરૂ

નવી દિલ્હી, તા.૨૮: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા ટેરર ફંડિગ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. NIAએ જમ્મૂ-કાશ્મીરમાં એક સાથે ૧૦ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યાં છે. અહીં ગેર સરકારી સંગઠનો દ્વારા જમ્મૂ-કાશ્મીરના આંતકીઓને ફંડ પહોંચાડવામાં આવી રહ્યું હતું. NIAએ કાશ્મીરમાં ૧૦ જગ્યાઓ પર રેડ પાડી છે. જેમાં ૯ શ્રીનગરમાં અને એક બાંદીપોરમાં છે. બેંગલુરુમાં પણ એક જગ્યા પર NIAએ દરોડા પાડ્યાં છે.

પ્રાપ્ત મળતી વિગત અનુસાર આતંકીઓને ફંડિગ મામલે NIAએ દેશભરમાં ૧૦ સ્થળે દરોડા પાડ્યાં છે. જેમાં શ્રીનગર, બાંદીપોર અને બેંગાલુરુમાં NIA દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ઉલ્લેખનીય છે કે ટેરર ફંડિગ મામલે ISIS એજન્ટની ધરપકડ કરવામાં આવી હતી. ઉત્ત્।ર પ્રદેશ ATSએ જાન્યુઆરીમાં મહમ્મદ રાશીદ નામના એજન્ટની ધરપકડ કરી હતી. આ સાથે NIAના તપાસમાં નવા ખુલાસા સામે આવે તેવી શકયતા છે.

ટેરર ફંડિંગની સામે એનઆઈ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કશ્મીરથી લઈને બેંગલુરૂ સુધી દરોડા પાડવામાં આવ્યાં છે. એનઆઈએએ અહીં એનજીઓ દ્વારા જમ્મુ-કાશ્મીરના આતંકવાદીઓને નાણાં મોકલવામાં આવતા હતા. કાશ્મીરમાં એનઆઈએએ ૧૦ સ્થળોએ દરોડા પાડ્યા છે. આમાંથી ૯ શ્રીનગરમાં અને એક બાંદીપોરામાં છે.

બેંગલુરુમાં પણ એક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. જે લોકોના સ્થાનો ઉપર દરોડા પાડવામાં આવ્યાં છે. તેમાં પત્રકાર અને એનજીઓનો સમાવેશ થાય છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે દેશમાં ફઞ્બ્ના માધ્યમથી ટેરર ફાઈનાન્સિંગ પર NIAએ આજે સૌથી મોટુ બ્રેકડાઉન છે. ફત્ખ્ના મળેલી જાણકારી પ્રમાણે ભારતમાં આતંકીઓને ફંડિંગ વિદેશ ધરતી ઉપરથી આવી રહ્યું છે. જમ્મુ કાશ્મીર, બેંગલુરૂ સહિત ૧૦ જગ્યાએ NIA દ્વારા દરોડા પાડવામાં આવ્યાં છે. NIAએ આ કેસમાં નવો કેસ દાખલ કર્યો છે. આ તે એનજીઓ છે જેણે કશ્મીરમાં ટેરર ફંડિંગ અને અલગાવવાદી ગતિવિધિઓ માત્રે મોટા પ્રમાણમાં દેશ વિદેશમાંથી ફંડિંગ કરી રહ્યાં હતાં.

NIA સુત્રોમાંથી જાણકારી પ્રમાણે દેશ વિદેશોથી બિઝનેશ, ધાર્મિક કાર્યો અને બીજા સામાજિક કાર્યોના નામ ઉપર ફંડ લઈને તેનો ઉપયોગ આતંકને હવા દેવા માટે કરવામાં આવી રહ્યો છે. આ ફંડ ભારતમાં હવાલા ચેનલના માધ્યમથી ચાલી રહ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે દેશ વિદેશને અલગ અલગ વિભાગમાં હવાલાના માધ્યમથી પૈસા આવી રહ્યાં છે. NIAએ આશરે ૮ NGOના તમામ દસ્તાવેજો ફંફોળી રહી છે.

(3:03 pm IST)