Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

સોશિયલ મીડિયામાં ફેન ફોલોઅર્સમાં મુખ્યમંત્રીઓમાં વિજયભાઈ રૂપાણી છઠ્ઠા સ્થાને: યોગી સૌથી મોખરે

મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ બીજા ક્રમે :બિહારના નીતિશકુમારને યાદીમાં ત્રીજું સ્થાન

નવી દિલ્હી : સોશિયલ મીડિયામાં વધુ ઉપયોગ ભારતભરના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી રહ્યો. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સૌથી વધુ સોશિયલ મીડિયામાં ફેન ફોલોઅર્સ ધરાવે છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  ‚પાણી આ યાદીમાં છઠ્ઠાક્રમે આવે છે.

  વિવિધ રાજ્યના મુખ્યમંત્રીના વ્યક્તિગત ઓર્થોટિક સોશિયલ સાઈટમાંથી અપલોડ કરવામાં આવતી પોસ્ટ તેની સરકારોના લેખાજોખા બનાવે છે. સરકાર દ્વારા કરાયેલ વિકાસકાર્યો અને વિવિધ યોજનાઓ સાથે સંબંધિત પોસ્ટ, ઉપરાંત ઘણીવાર વિરોધીઓને જવાબ આપવા માટે પણ નેતાઓ હવે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે દેશના મુખ્યમંત્રીઓના ફેન ફોલોઅર્સના સ્ટેસ્ટિકના આધારે તેની લોકપ્રિયતા અને આ સોશિયલ મીડિના ઉપયોગની અનિવાર્યતાનો અંદાજ લગાવી શકાય છે.

  દેશના સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રીઓના આવા જ ફોલોઅર્સના આંકડાઓ જોઈએ તો તેમાં ટ્વીટરમાં ૧.૧૬ કરોડ અને ફેસબૂકમાં ૬૪ લાખ ફોલોઅર્સ સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સૌથી મોખરે છે.જ્યારે ૬૮ લાખ ટ્વીટર અને ૪૬ લાખ ફોલોઅર્સ સાથે મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ બીજા ક્રમે છે. બિહારના નીતિશકુમાર આ યાદીમાં ત્રીજું સ્થાન ધરાવે છે અને તેમના ટ્વીટર ફોલોઅર્સ ૬૦ લાખ છે. જ્યારે ફેસબૂક ફોલોઅર્સ ૧૬ લાખ છે. ટોપ ફાઈવમાં એક મહિલાએ પણ સ્થાન મેળવ્યું છે અને પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ટ્વીટરમાં ૪૮ લાખ અને ફેસબૂકમાં ૩૪ લાખ સાથે ચોથું સ્થાન મેળવે છે. પાંચમા નંબરે નવીન પટનાયક છે જે ઓડિસાના મુખ્યમંત્રી છે. તેમના ટ્વીટર ફોલોઅર્સ ૨૯ લાખ છે અને ૧૫ લાખ ફેસબૂક ફોલોઅર્સ છે. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ૨૭ લાખ ટ્વીટર ફોલોઅર્સ અને ૨૦ લાખ ફેસબૂક ફોલોઅર્સ સાથે છઠ્ઠું સ્થાન ધરાવે છે. રાજસ્થાનના અશોક ગેહલોતના ફોલોઅર્સ પણ ૨૦ લાખથી વધુ છે. જ્યારે દક્ષિણ ભારતમાં કેરળ સૌથી પાછળ છે. કેરણના મુખ્યમંત્રી ચિનરાઈ વિજયનના ફોલોઅર્સ માત્ર ૬ લાખ છે. કર્ણાટકના બીએસ યેદિયુરપ્પાના ૭.૮૧ લાખ, તમિલનાડુના ઈ.કે. પલાનીસ્વામીના ૧૦ લાખ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગનમોહન રેડ્ડીના ૧૮ લાખ ટ્વીટર ફોલોઅર્સ છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર ડિજિટલ ઈન્ડિયા બનાવવા માટે સતત મથામણ કરી રહી છે. પદાધિકારીઓને સોશિયલ મીડિયા પર યુવાનોને આકર્ષવા અને તમામ પ્રવૃત્તિથી માહિતગાર કરવા મોદી સરકાર સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે.

(1:18 pm IST)
  • ઉત્તરપ્રદેશમાં બસપા (માયાવતી) પક્ષના સંસદ સભ્યના નિવાસ સ્થાન અને ઓફીસો ઉપર મોટા પાયે દરોડા ચાલુ છે વિગતો મેળવાઇ રહી છે. access_time 11:29 am IST

  • મારીચ ,કંસ ,તથા શકુનિનો સરવાળો બરાબર શિવરાજ મામા : મધ્ય પ્રદેશ પેટા ચૂંટણીમાં કોંગી આગેવાન આચાર્ય પ્રબોધ ક્રિષ્ણનનો ચૂંટણી પ્રચાર access_time 1:48 pm IST

  • વીજળીના દરમાં પ્રતિ યૂનિટ ૧૯ પૈસાનો ઘટાડો : ઊર્જા મંત્રી સૌરભ પટેલની જાહેરાત : ફ્યુલ સરચાર્જમા કરાયો ઘટાડો : ૧૪૦ કરોડ ગ્રહકોને થશે ફયદો : ઉધ્યોગ જગતને વીજળીબીલમાં રાહત access_time 5:41 pm IST