Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

કોંગ્રેસ નેતાઓએ જ્યોતિરાદિત્ય સિંઘિયાને ગદ્દાર ગણાવ્યા : પાઇલટે કહ્યું કોણ ગદ્દાર છે એ મતદારોને નક્કી કરવા દયો

સિંધીયાની વ્હારે આવતા પાઇલટે કહ્યું કે કોણે કયા પક્ષમાં રહેવું એ વ્યક્તિગત મામલો

નવી દિલ્હી : તાજેતરમાં કેટલાક કોંગ્રેસી નેતાઓએ જ્યોતિરાદિત્ય સિઁધિયાને ગદ્દાર કહ્યા હતા. એના સંદર્ભમાં પાઇલટ બોલી રહ્યા હતા. દેખીતી રીતે જ પાઇલટ પોતાના પક્ષના નેતાઓ વિરુદ્ધ આ વિધાન કરી રહ્યા હતા. પાઇલટે કહ્યું કે કોણે કયા પક્ષમાં રહેવું એ વ્યક્તિગત મામલો છે. લોકો નક્કી કરતા હોય છે કે સંબંધિત વ્યક્તિનો એ નિર્ણય સાચો હતો કે ખોટો હતો.

સચિન પાઇલટ અને જ્યોતિરાદિત્ય સિંધિયા એકબીજાના જીગરી દોસ્તો હોય એવી એક માન્યતા છે. સિંઘિયા થોડા સમય પહેલાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ ગયા હતા ત્યારબાદ કોંગ્રેસના નેતાઓએ સિંઘિયાને જાહેરમાં ગદ્દાર કહ્યા હતા. એના સંદર્ભમાં સચિન પાઇલટે કહ્ુયં કે આ પ્રકારના વિધાનો કરવા યોગ્ય નથી. લોકોને નક્કી કરવા દેવું જોઇએ કે કોણ ગદ્દાર છે અને કોણ નથી.

અત્યારે સિંધિયા અને પાઇલટ સામસામા પક્ષમાં હોવા છતાં એકબીજાની ટીકા કરવાનું ટાળતા રહ્યા હતા. સિંધિયાની જેમ પાઇલટે પણ આ વરસેજ પક્ષમાં બળવો કર્યો હતો પરંતુ તેમણે પક્ષ ત્યાગ કર્યો નહોતો.

(1:07 pm IST)