Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

' કોરોના મહામારી રાજકીય ષડયંત્ર છે તેવું લાગે છે ? : 25 દેશોમાં કરાયેલા સર્વેના ચોંકાવનારા પરિણામો : મોતના આંકડાની સંખ્યા વધુ બતાવાઈ રહી છે : કેમ્બ્રિજ દ્વારા કરાયેલા આંતર રાષ્ટ્રીય સર્વેમાં 28 થી 60 ટકા જેટલા લોકોનો અભિપ્રાય

લંડન : છેલ્લા દસ મહિનાથી વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસથી અત્યાર સુધીમાં 11 લાખ લોકોના મોત થયા છે.પરંતુ આ આંકડાઓની સત્યતા વિષે શંકા ઉઠાવાઈ રહી છે.અમુક લોકોના મતે મોતના આંકડાની સંખ્યા વધુ દર્શાવાઈ રહી છે.
આ શંકાના નિરાકરણ માટે કેમ્બ્રિજ દ્વારા દુનિયાના 25 દેશોનો સર્વે કરવામાં આવ્યો હતો.જેમાં જાણવા મળેલી વિગત મુજબ નાઇજીરિયામાં 60 ટકા લોકો એવું માને છે કે મોતના આંકડા વધુ દર્શાવાઈ રહ્યા છે.સાઉથ આફ્રિકા ,પોલેન્ડ ,તથા મેક્સિકોના પ્રજાજનોના 40 ટકા  ,અમેરિકાના 38 ટકા ,ઈટાલીના 30 ટકા ,તથા જર્મનીના 28 ટકા પ્રજાજનોના મત મુજબ મોતના આંકડા વધુ દર્શાવાઈ રહ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(1:04 pm IST)