Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

પ્રદુષણના કારણે કોરોનાથી મોતમાં ૧પ ટકાનો વધારો

પ્રદુષણના કારણે સૌથી વધુ મોત ચેકોસ્લોવેકીયામાં ર૯ ટકા

વોશિંગ્ટન તા. ર૮: કાર્ડીયોવેસ્કયુલર રિસર્ચમાં મંગળવારે પ્રકાશિત એક અભ્યાસ અનુસાર, દુનિયાભરમાં વધુ સમય સુધી પ્રદુષણના સંપર્કમાં રહેવાના કારણે વોવિડ-૧૯ થી ૧પ ટકા વધારે મોત થયા છે. યુરોપમાં આ ટકાવારી ૧૯ ટકા છે જયારે ઉત્તર અમેરિકામાં તે ૧૭ ટકા અને પૂર્વ એશિયામાં આ આંકડો ર૭ ટકા છે. રીસર્ચરો અનુસાર, કોરોનાથી મોત ટાળી શકાત, જો લોકોને માનવ સર્જીત પ્રદૂષણથી દૂર રાખી શકાયા હોત.

અનુમાન અનુસાર, પ્રદુષણના કારણે ચેકોસ્લોવેકીયામાં સૌથી વધારે ર૯ ટકા કોરોના મોત થયા હતા. તો ચીનમાં ર૭ ટકા, જર્મનીમાં ર૬ ટકા, સ્વીત્ઝરલેન્ડમાં રર ટકા, બેલ્જીયમમાં ર૧ ટકા, નેધરલેન્ડમાં ૧૯ ટકા, ફ્રાંસમાં ૧૮ ટકા, સ્વીડનમાં ૧૬ ટકા, ઇટલીમાં ૧પ ટકા, બ્રિટનમાં ૧૪ ટકા, બ્રાઝીલમાં ૧ર ટકા, પોર્ટુગલમાં ૧૧ ટકા અને ન્યુઝીલેન્ડમાં પ્રદૂષણના કારણે સૌથી ઓછા એટલે કે ૧ ટકા કોરોના મોત થયા છે.

(12:42 pm IST)