Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

તહેવારોની સીઝનમાં ખરીદી નીકળી : અર્થતંત્રમાં સુધારોઃ GDP વૃધ્ધિ દર નેગેટિવ કે શૂન્યની નજીક રહેશેઃ નિર્મલા સીતારમન

નવી દિલ્હી,તા. ૨૮: નાણાપ્રધાન નિર્મલા સીતારામને મંગળવારે કહ્યું કે અર્થતંત્રમાં હવે સુધારણાના સંકેતો દેખાઈ રહ્યા છે. જો કે તે જ સમયે તેમણે કહ્યું કે વર્તમાન નાણાકીય વર્ષમાં કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) નો વિકાસ દર ઘટી જશે અથવા શૂન્યની નજીક હશે. નિર્મલા સીતારામને કહ્યું કે, ૨૦૨૦-૨૧નાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં અર્થતંત્રમાં ૨૩.૯ ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે, જેનાથી જીડીપી વૃદ્ઘિ દરને સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન નકારાત્મક અથવા શૂન્યની નજીક રહેશે.

તેમણે કહ્યું કે તહેવારોની સિઝનમાં થતી ખરીદીથી ભારતીય અર્થવ્યવસ્થાને ગતિ મેળવવાની અપેક્ષા છે. હાલમાં સરકારનું ફોકસ જાહેર ખર્ચ દ્વારા આર્થિક પ્રવૃત્ત્િ। વધારવા પર છે. નાણાં પ્રધાને સેરા સપ્તાહના ઈન્ડિયા એનર્જી ફોરમને સંબોધન કરતા કહ્યું કે સરકારે કોરોના રોગચાળાને કારણે ૨૫ માર્ચથી કડક લોકડાઉન લગાવી દીધું હતું, કેમ કે લોકોના જીવ બચાવવા તે વધુ મહત્વનું હતું. તેમણે કહ્યું કે લોકડાઉનને કારણે જ આ રોગચાળાનો સામનો કરવા સરકાર તૈયારી કરી શકી.

નિર્મલા સીતારામને કહ્યું કે આર્થિક પ્રવૃત્ત્િ।ઓ શરૂ થવાને કારણે અર્થવ્યવસ્થામાં સુધારણા થવાના જોવા સંકેત મળી રહ્યા છે. સીતારામને કહ્યું કે ઉત્સવની સીઝનથી અર્થવ્યવસ્થાને ગતિ મેળવવાની આશા છે. તેમણે કહ્યું, આ સાથે, ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા અને ચોથા કવાર્ટરમાં વૃદ્ઘિ દર હકારાત્મક રહેવાની આશા છે. તેમણે કહ્યું કે, ૨૦૨૦-૨૧માં એકંદરે GDP વૃદ્ઘિ દર નકારાત્મક અથવા શૂન્યની નજીક હશે. નાણાં પ્રધાને કહ્યું કે, આગામી નાણાકીય વર્ષથી વિકાસ દરમાં સુધારો થશે. તેમણે કહ્યું કે સરકારનો ભાર જાહેર ખર્ચ દ્વારા આર્થિક પ્રવૃત્ત્િ।ઓમાં વધારો કરવા પર છે. (

(12:42 pm IST)