Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

મોંઘવારી હડપ કરી જાય છે રોકાણકારોની બચતનો લાભ

સપ્ટેમ્બરમાં રિટેલ મોંઘવારીનો દર ૭ ટકાથી ઉપર પહોંચ્યો જે લાખો નિવેશકોની બચત પર મળતા રિટર્નથી વધુઃ બેંક ફીકસનું વ્યાજ ૫ ટકા આસપાસ છે : મોંઘવારીનો દર ૭.૩૪ ટકા રહ્યો અને SBI ૧ થી ૨ વર્ષ માટે ૪.૯ ટકા વ્યાજ આપે છે તે જોતા રોકાણકારોને મળતો શુધ્ધ લાભ માઇનસ ૨.૨૭ ટકા

નવી દિલ્હી,તા.૨૮ : કોઇ પણ રોકાણમાંથી થતી આવકનો ચોખ્ખો લાભ તે હોય છે જે મોંઘવારીથી વધારે હોય સપ્ટેમ્બરમાં છૂટક મોંઘવારી દર ૭ ટકાથી ઉપર પહોંચી ગયો, જે લાખો રોકાણકારોને બચત પર મળતા રિટર્ન કરતા ઘણો વધારે છે. બજારના નિષ્ણાંતોનું કહેવું છે કે મહામારી અને રોકડના સંકટ સામે લડી રહેલા લોકો માટે આ ગંભીર પરિસ્થિતી છે.

ભારતીય રોકાણકારો સામાન્ય રીતે બેંક ડીપોઝીટ, ડેટ સીકયોરીટીઝ, મ્યુચ્યલ ફંડ, પેન્શન ફંડ, વીમા અને નાની બચત યોજનાઓમાં પૈસા રોકે છેુ. રિઝર્વ બેંક દ્વારા સતત રેપોરેટ ઘટાડવાના કારણે બેંક એફડીના વ્યાજદરો ઘટીને પાંચ ટકાની આસપાસ પહોંચી ગયા છે. સપ્ટેમ્બરમાં છૂટક મોંઘવારીનો દર ૭.૩૪ ટકા હતો અને એસબીઆઇ પોતાની એક બે વર્ષની એફ ડી પર ૪.૯ ટકા વ્યાજ આપે છે. આમ રોકાણકારોને મળનારો ચોખ્ખો લાભ માઇનસ ૨.૨૭ ટકા થઇ ગયો એટલે કે તેમને રોકાણમાંથી અત્યારે કોઇ ફાયદો નથી મળતો નિષ્ણાંતોનું માનવુ છે કે આ પગલાથી સિસ્ટમમાં રોકડનું પ્રમાણ બહુ વધી જશે. બેંકો પણ આ ઓછા દરે લોન આપવા માટે ડિપોઝીટ પરનું વ્યાજ ઘટાડશે.

બેંક ઓફ બરોડાનના મુખ્ય અર્થશાસ્ત્રી સમીરનારંગનું કહેવુ છે લોનની માંગ ઘટવાના કારણે રોકડનું લેવલ સતત વધી રહેવું છે. બેંકોએ આરબીઆઇ પાસે ૫.૬૫ લાખ કરોડ રૂપિયા જમા કરી રાખ્યા છે, જેના પર રિવર્સ રેપો રેટ હેઠળ ૩.૩૫ ટકા રિટર્ન મળી રહ્યું છે. બજારમાં લોનની ડીમાન્ડ સતત ઘટતી જાય છે. અને અખાદ્ય ક્ષેત્રમાં લોનનો વૃધ્ધી દર ઘટીને ૫.૧ ટકાએ આવી ગયો છે. ૨૫ સપ્ટેમ્બર સુધીમાં બેંકોમાં કુલ જમા ગયા વર્ષની ૧૦ ટકા વધીને ૧૪૨.૬ લાખ કરોડ પહોંચી ગઇ હતી. જો હજુ પણ લોનની ડીમાન્ડ નહીં વધે તો ડીપોઝીટ પર વ્યાજ દરો વધુ ઘટી શકે છે.

 

(10:50 am IST)