Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર સહિત બે આતંકીઓ ઠાર મરાયા

જમ્મુ : કાશ્મીરના બડગામ જિલ્લાના આરીબાગ મચહામા વિસ્તારમાં ગઈરાત્રે લશ્કરે હાથ ધરેલા ઓપરેશનમાં આતંકી સંસ્થા જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર સહિત બે આતંકવાદીઓ ઠાર મરાયા છે : આ અથડામણ દરમિયાન ક્રોસ ફાયરીંગમાં જે મકાનમાં આતંકીઓ છુપાયેલા હતા તેમાં ભીષણ આગ લાગી ગઈ છે : સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે : મોડી રાત સુધી ફાયરીંગ અને વિસ્ફોટોના અવાજ સાંભળવા મળતા હતા : ગામના તમામ પ્રવેશદ્વારો સીલ કરી દેવામાં આવ્યા છે.(સુરેશ ડુગ્ગર)

(10:17 am IST)