Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

ફિલ્મ પદ્માવતના વિરોધ વેળાએ થયેલ કેસ પરત લેવાશે:શિવરાજ સિંહ ચૌહાણની મોટી જાહેરાત

રાણી પદ્માવતીના જીવન વિશે શાળાઓમાં ભણાવવામાં આવશે: પાઠ્યપુસ્તકમાં સ્થાન મળશે

મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મોટા જાહેરાત કરી છે. ફિલ્મ પદ્માવતના વિરોધમાં જે દેખાવો અને વિરોધ પ્રદર્શન થયું હતું, તે દરમિયાન પ્રદર્શનકારો વિરુદ્ધ જે કેસ થયા હતા તેને પરત ખેંચવાની જાહેરાત તેમણે કરી છે. શિવરાજ સિંહે કહ્યું કે ફિલ્મ પદ્માવતને રોકવાનો નિર્ણય તેમણે જ કર્યો હતો. આ દરમિયાન જે કિ યુવાનો ઉપર કેસ થયા છે તેને પરત લેવામાં આવશે. સાથે જ રાણી પદ્માવતીના જીવન વિશે શાળાઓમાં ભણાવવામાં આવશે. રાણી પદ્માવતીના જીવનને પાઠ્યપુસ્તકમાં સ્થાન મળશે.

શિવરાજ સિંહે ટ્વિટ કરીને કહ્યું કે મહારાણી પદ્માવતીના જીવનની શૌર્યગાથાને આવનારા સત્રના પાઠ્યપુસ્તકમાં સામેલ કરવામાં આવશે. આ સાથે જ મહારાણા શૌર્ય પુરસ્કાર અને પદ્મિની પુરસ્કાર દર વર્ષે મધ્ય પ્રદેશ સરકાર દ્વારા આપવામાં આવશે. આ બંને પુરસ્કારમાં બે લાખ રુપિયાની રકમ આપવામાં આવશે.

રાણી પદ્માવતીના સ્મારક અંગે વાત કરતા તેમણે કહ્યું કે ભોપાલના મનુઆભાનનીન ટેકરી ઉપર માહારાણી પદ્માવતીના સ્મારક માટે મેં જમીનની ફાળવણી કરી છે. ત્યાં તેમનું ભવ્ય સ્મારક બનાવવામાં આવશે. સમાજના પદાધિકારીઓનું એક પ્રતિનિધિ મંડળ બને, જે આ સ્મારકની રુપરેખા બનાવી શકે. જેથી આપણે તમામ લોકોની અપેક્ષઆ પ્રમાણેનું સ્મારક બનાવી શકે.

મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણની આ જાહેરાત બાદ એવી પણ ચર્ચા શરુ થઇ છે કે તેમણે પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણયો અને જાહેરાત કરી છે.

(12:00 am IST)