Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

ચૂંટણી પ્રચાર માટે મધ્ય પ્રદેશ આવેલા સચિન પાયલટનું જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્વાગત કર્યુ

સિંધિયાએ કહ્યું હતું કે, હું તેમને ગ્વાલિયરમાં મળ્યો અને તેમનું સ્વાગત કર્યુ

રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલટ મધ્ય પ્રદેશની પેટા ચૂંટણી માટે પ્રચાર કરવા આવ્યા છે. ત્યારે ભાજપના જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગ્વાલિયરમાં તેમની સાથે મુલાકાત કરી છે. સિંધિયાએ મધ્ય પ્રદેશમાં તેમનું સ્વાગત કર્યુ છે. બે દિવસ માટે મધ્ય પ્રદેશ આવેલા પાયલટને મળવા માટે સિંધિયા પહોંચ્યા હતા. મુલાકાત બાદ સિંધિયાએ કહ્યું હતું કે, હું તેમને ગ્વાલિયરમાં મળ્યો અને તેમનું સ્વાગત કર્યુ. તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશમાં બધાનું સ્વાગત કરવાની પરંપરા છે.

જ્યારે સિંધિયાને સવાલ પૂછવામાં આવ્યો કે પાયલટના ચૂંટણી પ્રચાર કરવાથી કોઇ ફરક પડશે? તેના જવાબમાં તેમણે કહ્યું કે લોકશાહીમાં તમામ લોકોને પ્રચાર કરવાનો અધિકાર છે.

(12:00 am IST)