Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

' મિસ ટીન તેલુગુ યુનિવર્સ 2020 ' નો તાજ ઇન્ડિયન અમેરિકન કિશોરી નિત્યા કોડાલીના શિરે : ભારત ,કેનેડા ,ઓસ્ટ્રેલિયા ,ન્યુઝીલેન્ડ સહીત 40 દેશોની ટીન સ્પર્ધકો વચ્ચે મેદાન માર્યું

વોશિંગટન : તાજેતરમાં 3 ઓક્ટોબરના રોજ  યોજાયેલ ઇન્ટર નેશનલ મિસ ટીન તેલુગુ યુનિવર્સ 2020 સૌંદર્ય સ્પર્ધાનો તાજ  ઇન્ડિયન અમેરિકન કિશોરી 15 વર્ષીય નિત્યા કોડાલીના શિરે ગયો હતો.
નિત્યાએ અમેરિકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.તથા સેમી ફાઇનલ માટે પસંદ કરાયેલ 700 સ્પર્ધકોમાં પ્રથમ  સ્થાન હાંસલ કર્યું હતું.
સૌંદર્ય સ્પર્ધામાં ઇન્ટ્રોડક્શન ,રેમ્પ વોક ,કવેશ્ચન આન્સર ,ટેલેન્ટ ,સહીત જુદા જુદા રાઉન્ડ યોજાયા હતા.જેમાં ભારત ,કેનેડા ,ઓસ્ટ્રેલિયા ,ન્યુઝીલેન્ડ સહીત  40 દેશોની  ટીન સ્પર્ધકોએ ભાગ લીધો હતો.જેમાં વિજેતા બનેલી નિત્યાને મિસ અર્થ ઇન્ડિયા ડો.તેજસ્વીની મેનોજ્ઞાએ તાજ શિરે લગાવી સન્માનિત કરી હતી.

(5:59 pm IST)