Gujarati News

Gujarati News

News of Monday, 28th October 2019

જાણીતા રેત શિલ્પ આર્ટીસ્ટ સુદર્શન પટનાયકે બનાવી રંગોળી: દિવડાના રેત શિલ્પથી દિવાળીની શુભેચ્છા આપી

60 ફૂટ લાંબા અને 30 ફૂટ પહોળા દીવડાનું શિલ્પ બનાવીને રંગોળી કરી

ઓડિશાના જાણીતા રેતશિલ્પ આર્ટીસ્ટ સુદર્શન પટનાયકે દર વર્ષે અનોખી રીતે રેતશિલ્પ દ્વારા દેશવાસીઓને દિવાળીની શુભેચ્ચા આપે છે. આ વર્ષે પણ તેમણે ઓડિશાના દરિયા કિનારે દિવડાનું રેત શિલ્પ બનાવીને સૌનું ધ્યાન ખેંચ્યું. તેમણે 60 ફૂટ લાંબા અને 30 ફૂટ પહોળા દીવડાનું શિલ્પ બનાવીને તેમાં રંગોળી કરી.

મહત્વનુ કે સેંડ આર્ટીસ્ટ સુદર્શન પટનાયકને અમેરિકાના બોસ્ટન શહેરમાં આયોજીત ઈન્ટરનેશનલ સેંડ સ્કલ્પટિંગ ચેમ્પિયનશિપ 2019માં પીપલ્સ ચોઈસ એવોર્ડ એનાયત થયો છે. સેવ ધ ઓશન સંદેશ સાથે પ્લાસ્ટિક પ્રદુષણ પર એક રેત કલા બનાવી હતી અને તેને કારણે તેમને આ ઉપલબ્ધિ હાંસલ થઈ હતી.

(10:23 am IST)