Gujarati News

Gujarati News

News of Wednesday, 27th September 2023

બેંક લોકરમાં ઉધઇ રૃા. ૧૮ લાખની ચલણી નોટો સાફ કરી ગઇ

મુરાદાબાદ સ્થિત બેંક ઓફ બરોડાની એક શાખામાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. બેંકના એક લોકરમાં ઘણા સમયથી રાખેલ ૧૮ લાખ રૃપિયાની નોટોને ઉધઇ લાગી ગઇ હતી. આ ઘટનાની જાણ તે સમયે થઇ જ્યારે લોકરનું તાળુ ખોલવામાં આવ્યું લોકરમાં રોકડ અને જ્વેલરી રાખનાર મહિલાએ તાળુ ખોલ્યુ તો ઉધઇ તેમની નોટોને ચટ કરી ગઇ હતી. ત્યારબાદ તેમણે આ અંગે બેંક મેનેજર ફરિયાદ કરી હતી. જે અંગે તપાસ શરૃ કરવામાં આવી છે. આશિયાના નિવાસી અલકા પાઠકે નાની દીકરીના લગ્ન માટે ઘરેણા અને ૧૮ લાખ રૃપિયા ઓકટોબર મહિનામાં બેંક ઓફ બરોડાની રામગંગા વિહાર શાખાના લોકરમાં રાખ્યા હતા. મહિલાને લોકરમાં રોકડ નાણા રાખી ન શકાય તેવા નિયમની જાણ ન હતી.

(10:48 am IST)