Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ટાટા મોટર્સ કંપનીએ ગ્રાહકો માટે સસ્‍તી, 300 કિ.મી.થી વધુ રેન્‍જવાળી ઇલેકટ્રીક કાર Tiago EV લોન્‍ચ કરી

પ્રથમ 10 હજાર ગ્રાહકોએ 8.49 લાખ રૂપિયા ચુકવવા પડશેઃ ત્રણ મોડલમાં કાર ઉપલબ્‍ધ થશેઃ મોડલ પ્રમાણે કિંમત હશે

નવી દિલ્‍હીઃ ભારતીય કંપની ટાટા મોટર્સએ બજારમાં ગ્રાહકો માટે TATA Tiago EV કાર લોન્‍ચ કરી છે. પ્રથમ 10 હજાર ગ્રાહકો માટે કિંમત 8.49 લાખ રૂપિયા હશે. જેમાં ત્રણ મોડલ એસયુવી, સેડાન અને હેચબેક હશે. મોડેલ પ્રમાણે ગ્રાહકોએ કિંમત ચુકવવી પડશે.

ટાટા મોટર્સે Tata Tiago EV ને ભારતીય બજારમાં લોન્ચ કરી દીધી છે. પહેલાં 10,000 ગ્રાહકોએન તેના માટે તેને 8.49 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) ની શરૂઆતી કિંમત પર લોન્ચ કરી છે. આ કિંમત્માઅં આ દેશની સૌથી ઇલેક્ટ્રિક કાર બની ગઇ છે, જે 300KM થી વધુ રેંજનો દાવો કરે છે. આ લોન્ચ કર્યા બાદ હવે ઓટોમેકર પાસે એસયૂવી, સેડાન અને હેચબેક, ત્રણેય સેગમેંટમાં ઇલેક્ટૃક કાર મોડલ થઇ ગયા છે. જેથી ભારતીય વાહન બજારમાં ટાટાની સ્થિતિ વધુ મજબૂત થતી જોવા મળી રહી છે.

તમામ વેરિએન્ટની કિંમત

-- Tata Tiago EV (XE વેરિએન્ટ, 19.2kWh બેટરી)- 8.49 લાખ રૂપિયા

-- Tata Tiago EV (XT વેરિએન્ટ, 19.2kWh બેટરી)- 9.09 લાખ રૂપિયા

-- Tata Tiago EV (XT વેરિએન્ટ, 24kWh બેટરી)- 9.99 લાખ રૂપિયા

-- Tata Tiago EV (XZ+ વેરિએન્ટ, 24kWh બેટરી)- 10.79 લાખ રૂપિયા

-- Tata Tiago EV (XZ+ ટેક લક્ઝરી વેરિએન્ટ, 24kWh બેટરી)- 11.29 લાખ રૂપિયા

-- Tata Tiago EV (XZ+ વેરિએન્ટ, 24kWh બેટરી)- 11.29 લાખ રૂપિયા

-- Tata Tiago EV (XZ+ ટેક લક્ઝરી વેરિએન્ટ, 24kWh બેટરી)- 11.79 લાખ રૂપિયા

પાવરટ્રેનની વાત કરીએ તો ટાટા ટિગાયો ઇવીમાં બે બેટરી પેક- 24 kWh અને 19.2 kWh નો ઓપ્શન મળશે. 24 kWh બેટરી પેક 315 કિમીની રેંજ જ્યારે 19.2 kWh વાળી બેટરી પેક 250 કિમીની રેંજ આપશે. લોંગ રેંજ વર્જનની મોટર 55kW અથવા 74bhp પાવર અને 115Nm ટોર્ક જનરેટ કરશે જ્યારે ઓછી રેંજવાળા વર્જનની મોટર 45kW અથવા 60bhp પાવર અને 105Nm ટોર્ક જનરેટ કરી શકે છે. ટાટાનો દાવો છે કે આ ફક્ત 5.7 સેકન્ડમાં 0 થી 60 કિમી પ્રતિ કલાકની ગતિ પ્રાપ્ત કરી શકે છે.

તો બીજી તરફ આ ઉપરાંત હેચબેકમાં ચાર ચાર્જિંગ વિકલ્પ આપવામાં આવ્યા છે. તેને 15A સોકેટ, 3.3 કિલોવોટ AC ચાર્જર, 7.2 કિલોવોટ AC હોમ ચાર્જર અને ડીસી ફાસ્ટ ચાર્જથી ચાર્જ કરવામાં આવી શકે છે. 7.2kW ના બેટરી પેક પર 8 વષ અને 1.6 લાખ કિલોમીટરની વેરન્ટી આપવામાં આવી રહી છે.

(5:36 pm IST)