Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ભારતના કોકિલ કંઠી અને ભારત રત્‍નથી સન્‍માનીત મશહુર ગાયિકા લતા મંગેશકરની આજે જન્‍મજયંતિ

ગરીબ પરિવારમાં જન્‍મેલા લતા મંગેશકર ગીતોના રેકોર્ડીંગ સમયે ચા અને બિસ્‍કીટ ખાઇ દિવસ પસાર કરતા

મુંબઇઃ ભારતના જાણીતા સુર સામ્રાજ્ઞી લતા મંગેશકરની આજે જન્‍મજયંતિ છે. 1934થી 1991 સુધી લતાજી દુનિયાના સૌથી વધુ અનેક ભાષાઓમાં ગીત ગાનાર ગાયક હતા. તેમણે 25 હજારથી વધુ ગીતો ગાયા છે. મરાઠી ગરીબ પરિવારમાં જન્‍મેલા લતાજી ખુબ જ મહેનત અને સંઘર્ષ કરી મહાન ગાયક બન્‍યા હતા. ગીતોના રેકોર્ડીંગ સમયે થાક લાગતા માત્ર પાણી પીને સમય પસાર કરતા હતા.

ભારતના સ્વર કોકિલા લતા મંગેશકરની આજે જન્મજયંતિ છે. આજે લતા દીદીનો પહેલો એવો જન્મદિવસ છે જ્યારે તેઓ આપણી વચ્ચે નથી. ત્યારે આજે જાણીએ તેમના વિશે અજાણી વાતો, જે તમને કદાચ ખબર નહીં હોય.

28 સપ્ટેમ્બર, 1929ના દિવસે મરાઠી પરિવારમાં જન્મેલા લતાજીનું પહેલા નામ હેમા હતું, જો કે તેમના પિતા ભાવબંધન નાટકના એક ચરિત્ર લતિકાથી એટલા પ્રભાવિત થયા કે તેમણે હેમામાંથી લતા નામ કરી નાખ્યું.

યતીન્દ્ર મિશ્રની બુક લતા સુર ગાથામાં જણાવવામાં આવ્યું છે કે, લતાજી રેકોર્ડિંગ કરી કરીને થાકી જતા તો માત્ર પાણી પીને દિવસ કાઢતા હતા. તો ક્યારેક એક કપ ચા અને ચાર બિસ્કિટ સાથે. તેમના દિમાગમાંમ માત્ર એટલું જ રહેતું કે મારે કોઈ પણ રીતે મારા પરિવારની સંભાળ રાખવાની છે. 

ક્રિકેટ લતાજીની પસંદગીની રમત હતી. સચિન તેમના સૌથી ફેવરિટ ખેલાડી હતી. લાંબા સમય સુધી જ્યારે પણ લોર્ડ્સમાં મેચ રમાતી હતી, ત્યારે લતાજી માટે ત્યાંનું એક બોક્સ બુક રહેતું હતું.

સંગીતની સરસ્વતી કહેવાતા લતાએ હંમેશા પોતાના શાસ્ત્રીય સંગીતની વિદ્યાર્થિની માન્યા. 60 વર્ષની ઉંમરે જ્યારે તેમની ખ્યાતિ વિશ્વભરમાં પહોંચી હતી ત્યારે પણ તેઓ સંગીત શિખતા હતા.  

ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં 1974 થી 1991 સુધી લતા મંગેશકરનું નામ દુનિયામાં સૌથી વધુ ગીત ગાનાર ગાયક તરીકે રેકોર્ડ થયેલું છે.  1948 થી 1974 સુધી તેમણે 25 હજાર જેટલા ગીતો ગાયા હતા. જે 20 અલગ-અલગ ભાષાઓમાં હતા.  

(5:35 pm IST)