Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ગાયક શૈલેન્‍દ્રસિંહને આજે મળશે લત્તા મંગેશકર એવોર્ડઃ આ માટે ૩૮ વર્ષ સુધી રાહ જોવી પડી!

શૈલેન્‍દ્રસિંહે કહ્યું-૩૭ વર્ષ પહેલા લત્તાજી સાથે ઇન્‍દોર ગયેલો ત્‍યારે એ વખતના સીએમે કહેલું કે-અમે આવતાં વર્ષથી લત્તા મંગેશકર સન્‍માન શરૂ કરીશું: એ વાતને આજે ૩૭ વર્ષ વીતી ગયા

નવી દિલ્‍હી તા. ૨૮: મધ્‍ય પ્રદેશ સરકાર બોલીવૂડના ગાયક શૈલેન્‍દ્રસિંહને આજે લત્તા મંગેશ્‍કર એવોર્ડની સન્‍માનીત કરી રહી છે. સંગીતકાર જોડી આનંદ-મિલિંદને પણ આ એવોર્ડ એનાયત થયો છે. આજે લત્તાજીની ૨૮મી જન્‍મજયંતિ નિમીતે તેમના જન્‍મ સ્‍થળ ઇન્‍દોરમાં રાષ્‍ટ્રીય લત્તા મંગેશકર સન્‍માન સમારોહનું આયોજન કરાયું છે.

ગાયક શૈલેન્‍દ્રસિંહે ૧૯૭૨માં ૧૯ વર્ષની ઉમરે પ્‍લેબેક તસીંગર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. તેમણે સેંકડો-હજારો ગીત નથી ગાયા પણ જે ગાયા છે એ ખુબ યાદગાર છે. તેમના સુરીલા ગીતો આજે પણ તેમના ચાહકોને ખુશ કરે છે. શૈલેન્‍દ્રસિંહે લત્તા મંગેશકર અલંકરણ એવોર્ડ પર કહ્યું હતું કે-અફસોસ છે કે ૩૭ વર્ષ પછી મને   આ એવોર્ડ અપાય છે. હુ ૩૮ વર્ષ પહેલા લત્તાજી સાથે શો કરવા ઇન્‍દોર ગયો હતો. એ વખતે જ ત્‍યાંના સીએમ અર્જુનસિંહે જાહેર કર્યુ હતું કે અમે આવતા વર્ષથી લત્તા મંગેશકર એવોર્ડ શરૂ કરી રહ્યા છીએ. પણ હવે ૩૭ વર્ષ પછી મને આ એવોર્ડ મળી રહ્યો છે. જે થયું તે સારું જ છે, એવોર્ડ મળ્‍યો એ ખુશીની વાત છે.

શૈલેન્‍દ્રસિંહે લત્તાજી સાથે મળીને પણ ઘણા ગીતો ગાયા છે. તેમણે કહ્યુ કે લત્તાજી વિશે કંઇપણ કહેવા માટે હું નાનો છું. તેમને આખી દુનિયા જાણે છે. શૈલેન્‍દ્રસિંહે  બોબી ફિલ્‍મથી ઓળખ મેળવી લીધી હતી. બોબીનું જૂઠ બોલે કોૈઆ કાંટે ફિલ્‍મ આજે પણ હિટ છે. આ ગીત વિઠ્ઠલભાઇ પટેલે લખ્‍યું હતું. વિઠ્ઠલભાઇની ફિલ્‍મી સફર પણ આ ફિલ્‍મથી શરૂ થઇ હતી. શૈલેન્‍દ્રસિંહ કહે છે કોઇપણ વ્‍યક્‍તિ ગાયક તરીકે કારકિર્દી શરૂ કરવા ઇચ્‍છતી હોય તો તેણે રિયાઝ કરવો જરૂરી છે અને એક સારા ગુરૂ હોય તે પણ જરૂરી છે.

(4:20 pm IST)