Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

૩૮૯ વર્ષની સંયુક્‍ત ઉંમર ધરાવતી ચાર બહેનોએ ગિનેસ વર્લ્‍ડ રેકૉર્ડ તોડયો

ન્‍યુયોર્ક, તા.૨૮: અમેરિકાના જુદા-જુદા વિસ્‍તારોમાં રહેતી ચાર બહેનોએ ચાર હયાત ભાઈ-બહેનની સૌથી વધુ સંયુક્‍ત ઉંમરનો ગિનેસ વર્લ્‍ડ રેકૉર્ડ તોડ્‍યો હતો. આ બહેનોની સંયુક્‍ત ઉંમર ૩૮૯ વર્ષ છે. આ જૉન્‍સન સિસ્‍ટર્સે ગોએબેલ ફૅમિલીનાં ભાઈ-બહેનોનો રેકૉર્ડ તોડ્‍યો હતો, જેમનો ૩૮૩ વર્ષની સંયુક્‍ત ઉંમરનો રેકૉર્ડ આ વર્ષની શરૂઆતમાં વેરિફાઇ થયો હતો.

આ જૉન્‍સન સિસ્‍ટર્સમાં ૧૦૧ વર્ષનાં અર્લોવેને જૉન્‍સન ઑવરસ્‍કી, ૯૯ વર્ષનાં માર્સિન જૉન્‍સન સ્‍કલી, ૯૬ વર્ષનાં ડૉરિસ જૉન્‍સન ગૌદિનીર અને ૯૩ વર્ષનાં જ્‍વેલ જૉન્‍સન બૅકનો સમાવેશ છે. આ બહેનો ભલે અમેરિકાના જુદા-જુદા વિસ્‍તારોમાં રહે છે, પણ અત્‍યાર સુધી તેઓ દર સમરમાં મળતી હતી. હવે તેઓ ફોન પર રેગ્‍યુલર વાતચીત કરે છે.

(4:21 pm IST)