Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

સરકારી બેંકોમાં ભરતીની તૈયારી

નાણા મંત્રાલયે માસિક ભરતી યોજના તૈયાર કરવાના આપ્‍યા આદેશᅠ

મુંબઈ તા. ૨૮ : સરકારી બેંકોમાં કર્મચારીઓની સંખ્‍યા સતત ઘટી રહી છે. તેને જોઈને સરકારેᅠતે બેંકોને માસિક ભરતી યોજના તૈયાર કરવા માટે કહ્યું છે. નાણાંકીયᅠવર્ષ ૨૦૧૩ બાદ છેલ્લા ૧૦ વર્ષોમાં સરકારી બેંકોમાં કર્મચારીઓની સંખ્‍યા સતત ઘટી રહી છે. ગયા સપ્તાહે સરકારી બેંકો પૃમુખોનીᅠસાથે નાણા મંત્રાલયના મુખ્‍ય અધિકારીઓની એક બેઠકમાં યોજાઈ. આ મામલે સૂત્રોના જણાવ્‍યા મુજબ, બેઠકમાં નાણા મંત્રાલએᅠબેન્‍કોને દરમહિનેᅠનિયુક્‍ત કરવાનીᅠયોજના તૈયાર કરવાનું સૂચન કર્યું.

સૂત્રોના જણાવ્‍યા મુજબ, દરમહિને નિયુક્‍તિ માટે બેન્‍કોને એક બારીક યોજના તૈયાર કરવી પડશે. તેઓએ કહ્યું, સરકારી બેંકોમાં માનવ સંસાધનની નિયુક્‍તિ મુખ્‍ય રીતે આઇબીપીએસ દ્વારા થાય છે. તેમાં તેની ભાગીદારી પણ જરૂરિયાત છે.ᅠ

ᅠસરકારી બેંકોમાં કર્મચારીઓની સંખ્‍યા નાણાંકીયᅠવર્ષ ૨૦૧૨-૧૩માં ૮,૮૬,૪૯૦ હતી જે ઘટીને ૨૦૨૦-૨૧માં ૭,૭૦,૮૦૦ રહી ગઈ છે. તેનાથી વિપરીત સમાન સમયગાળામાં પ્રાઇવેટ ક્ષેત્રના બેંકોમાંᅠકર્મચારીઓની સંખ્‍યા અંદાજે બેગણી થઇ ગઈ. પ્રાઇવેટ ક્ષેત્રના બેંકોમાં કર્મચારીઓની સંખ્‍યા નાણાંકીયᅠવર્ષ ૨૦૧૨-૧૩માં ૨,૨૯,૧૨૪ હતી જે વધીને ૨૦૨૦-૨૧માં ૫,૭૨,૫૮૬ થઇ ગઈ.આંકડાથી માલુમ પડે છે. કલાર્કᅠતેમજ ગૌણ વિભાગᅠબેંકોમાંᅠકર્મચારીઓની સંખ્‍યા અંદાજે બેગણી થઇ ગઈ. પ્રાઇવેટ ક્ષેત્રનાᅠબેંકોમાંᅠકર્મચારીઓની સંખ્‍યા નાણાંકીયᅠવર્ષ ૨૦૧૨-૧૩માં ૨,૨૯,૧૨૪થી વધીને ૨૦૨૦-૨૧માં ૫,૭૨,૫૮૬ થઇ ગઈ.

આંકડાથી માલુમ પડે છે કે ક્‍લાર્ક તેમજ ગૌણ વિભાગ કુલ કર્મચારીઓની સંખ્‍યામાં ભારે ઘટાડો નોંધાયો છે. જયારેᅠઅધિકારીઓની સંખ્‍યામાં વધારો થયો છે. નાણાંકીયᅠવર્ષ ૨૦૧૨-૧૩માં સરકારી બેંકોમાં ૩,૯૮,૮૦૧ ક્‍લાર્ક અને ૧,૫૩,૬૨૮ ગૌણ કર્મચારી હતા જે હવે ઘટીને ૨,૭૪,૨૪૯ અને ૧,૧૦,૩૨૩ રહી ગઈ છે.પરંતુ તે જ દરમયાન અધિકારીઓની સંખ્‍યા ૩,૩૪,૦૬૧ થી વધીને ૩,૮૬,૨૨૮ થઇ ગઈ છે.

નિયુક્‍તિઓᅠપર ધ્‍યાન આપવાની પહેલ એવા સમયે કરવામાં આવી રહી છે કે જયારે સરકારી બેંકોનીᅠબજાર ભાગીદારી પ્રાઇવેટ ક્ષેત્રની બેંકોનીᅠતરફ ફરી રહી છે. તેની ક્રેડિટ બજાર ૨૦૧૫માં ૭૫ ટકા હતી જે ઘટીને ૨૦૨૦માં ૬૦ ટકા રહી ગઈ છે. જો કે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાનᅠસરકારી બેંકોએ તેની સ્‍થિતિમાં સુધારો કર્યો છે અને મૂડી આધાર વધાર્યો છે. હાલના વર્ષો દરમયાનᅠસરકારી બેંકોનીᅠપરીસંપત્તિᅠ ગુણવત્તામાં પણ સુધારો થયો છે.

(10:40 am IST)