Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

બુરખો પહેરવાનો ઇન્‍કાર કરતી હિન્‍દુ પત્‍નીની ચાકુના ઘા ઝીંકીને પતિએ કરી હત્‍યા

હત્‍યારો પતિ પોલીસના સકંજામાં

મુંબઇ તા. ૨૮ : હિજાબ અને બુરખાને લઈને પહેલા ભારતમાં અને હવે ઈરાનમાં ચાલી રહેલી બબાલ વચ્‍ચે મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના બની છે. મુંબઈમાં ઈકબાલ મહેમૂદ નામના પતિ પોતાની પત્‍ની રુપાલીની ચાકુના ઘા ઝીંકીને હત્‍યા કરી નાંખી છે. જેની પાછળનું કારણ એવું છે કે, રૂપાલી બુરખો પહેરવાનો અને મુસ્‍લિમ રિવાજોનું પાલન કરવાનો ઈનકાર કરી રહી હતી. એટલું જ નહી ઈકબાલની બળજબરીથી કંટાળીને તેણે છુટાછેડાની માંગણી કરી હતી.

પોલીસના કહેવા પ્રમાણે ચેમ્‍બૂર વિસ્‍તારની આ ઘટના છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રૂપાલીએ ઈકબાલ સાથે ત્રણ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે લગ્ન બાદ રૂપાલી હિન્‍દુ હોવાથી ઈસ્‍લામિક રિવાજોનું પાલન કરતી નહોતી. જેનાથી ઈકલાબ અને તેના પરિવારજનો નારાજ હતા. તેઓ રૂપાલી પર બુરખો પહેરવાનું દબાણ કરતા હતા પણ રૂપાલી માનતી નહીં હોવાથી ઘરમાં ઝઘડા થતા હતા. એ પછી રૂપાલી અને ઈકબાલે અલગ અલગ રહેવાનું શરૂ કર્યું હતું.

ફોન પર બંને વચ્‍ચે વાતચીત થઈ હતી પણ રૂપાલી બુરખો પહેરવાનો ઈનકાર કરતી રહી હતી. ઈકબાલે રૂપાલીને સોમવારે મળવા માટે બોલાવી હતી. આ દરમિયાન ફરી બુરખો પહેરવા અંગે બંને વચ્‍ચે જોરદાર ઝઘડો થયો હતો. એ પછી ઈકબાલે ચાકુ કાઢીને રૂપાલીના ગળા પર ઘા માર્યા હતા અને તે ભાગી ગયો હતો. રૂપાલી ઘટના સ્‍થળ પર જ મોતને ભેટી હતી. પોલીસે બાદમાં ઈકબાલની ધરપકડ કરી હતી.

(11:51 am IST)