Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

સંઘની તુલના તાલિબાન સાથે કરવા બદલ ગીતકાર જાવેદ અખ્તર સામે માનહાનિનો કેસ દાખલ :કોર્ટે ફટકારી નોટીસ

વિધાનો બદલ માફી માંગે અને રૂા.1નું ટોકન વળતર આપે તેવી માંગણી સાથે અરજી

નવી દિલ્હી: આરએસએસની સરખામણી તાલીબાન સાથે કરવા બદલ બોલીવુડના જાણીતા ગીતકાર- લેખક જાવેદ અખ્તર પર સંઘના એક અગ્રણી વિવેક ચંપારણકારે માનહાનીનો દાવો દાખલ કર્યો છે અને જાવેદ અખ્તર તેમના આ વિધાનો બદલ માફી માંગે અને રૂા.1નું ટોકન વળતર આપે તેવી માંગણી સાથે કરેલી અરજી પર મુંબઈની એક અદાલતે અખ્તરને નોટીસ પાઠવી છે. હવે તા.12 નવે.ના વધુ સુનાવણી થશે

ગીતકાર . જાવેદ અખ્તરે એક મુલાકાતમાં એવું વિધાન કર્યુ હતું કે તાલીબાન અફઘાનીસ્તાનને ઈસ્લામીક દેશ બનાવવા માંગે છે અને આરએસએસ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગે છે. જો કે તેમણે પક્ષના વિધાનોમાં આરએસએસનું નામ લીધુ ન હતુ પણ સંઘના અગ્રણીએ આ પ્રકારના વિધાનોને આરએસએસની માનહાની તરીકે ગણાવી હતી અને સામાન્ય લોકોની નજરમાં સંઘની છબી ખરાબ કરવા માંગે છે તેવો આક્ષેપ કર્યો હતો.

(10:22 pm IST)