Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

બીજેપીમાં સામેલ થશે કેપ્ટન અમરિંદરસિંહ ?

અમીત શાહ અને જે.પી.નડ્ડા સાથે કરશે મુલાકાત

નવી દિલ્હી તા. ૨૮ : પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ આજે દિલ્હી જશે. જયા તેઓ અમિતશાહ અને જે પી નડ્ડા સાથે મુલાકાત લેશે. સાથેજ તેઓ ભાજપમાં જોડાય તેવી શકયતા વર્તાઈ રહી છે.

પંજાબના રાજકારણમાં હવે ભૂકંપ જેવી પરિસ્થિતી સર્જાઈ છે. આજે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ દિલ્હીમાં જઈ શકે છે. જયા તેઓ સાજે કેન્દ્રિય ગૃહમંત્રીઅમિત શાહઅને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથેમુલાકાતલેવાના છે. જેના કારણે એવી ચર્ચાએ જોર પકડયું છે અમરિંદર સિંહ ભાજપમાં જોડાઈ શકે છે.

બપોરના ૩.૩૦ વાગ્યે તેઓ દિલ્હી જવા રવાના થશે અને સાંજના સમયે તેઓઅમિત શાહઅને જેપી નડ્ડાને મળી શકે છે. છેલ્લા ઘણા સમયથી સિદ્ઘુ સાથે કેપ્ટન અમરિંદર સિંહનો વિવાદ ચાલી રહ્યો હતો. જેને લઇને તેમણે પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું અને હાલ કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા છે.

મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ અમરિંદર સિંહે કહ્યું કે તેમનું ઘણું અપમાન થયું છે. જેને લઈને તેમણે મુખ્યમંત્રીનું પદ છોડ્યું છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું હતું કે જો પંજાબમાં ૨૦૨૨ની ચૂંટણી કોંગ્રેસ જીતશે તોપણ તે સિદ્ઘુને મુખ્યમંત્રી નહી બનવા દે અને તેની સામે મજબૂત દાવેદાર ઉતારશે.

ઉલ્લેખનીય છે કે પંજાબના નવા મુખ્યમંત્રી ચન્નીએ જયારે નવા મંત્રીમંડળની રચના કરી ત્યારે તેમણે કેપ્ટનના ૫ વફાદાર મંત્રીઓને પણ તેમના પદ પરથી હટાવી દીધા. સાથેજ તેમણે કેબિનેટમાં ૧૫ નવા મંત્રીઓને પણ શામેલ કર્યા હતા. જોકે હાલ અમરિંદર સિંહ ભાજપમાં જોડાય તેવી અટકળોએ જોર પકડ્યું છે.

(3:30 pm IST)