Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

પટાવાળાની ૧ જગ્યા માટે ૧૫ લાખ અરજીઓઃ અરજદારોમાં એમ ફીલ ડીગ્રીવાળા પણ સામેલ

પાકિસ્તાનમાં બેરોજગારી સૌથી ઉંચા સ્તરેઃ રોજગાર આપવામાં નિષ્ફળ ઇમરાન સરકાર

ઇસ્લામાબાદ, તા.૨૮: પાકિસ્તાનમાં બેરોજગારીનો દર સૌથી ઉંચા સ્તરે છે. એનો અંદાજ એના પરથી આવી શકે છે કે પટાવાળાની એક જગ્યા માટે ૧૫ લાખ લોકોએ અરજી કરી છે.

ઇમરાનખાન સરકાર લોકોને રોજગાર આપવામાં નિષ્ફળ સાબિત થઇ છે. સોમવારે પાકિસ્તાન ઇસ્ટીટયુટ ઓફ પાકિસ્તાનમાં બેરોજગારી દર ૧૬ ટકા સુધી પહોંચી ગયો છે. જે ઇમરાન સરકારના સાડા છટકાના દાવાથી ઘણો વધારે છે.

મીડીયા રિપોર્ટ અનુસાર પીઆઇડીઇએ બેરોજગારીના વધતા દરની એક ગંભીર તસ્વીર જાહેર કરી છે અને કહ્યું છે કે દેશમાં અત્યારે ઓછામાં ઓછા ૨૪ ટકા શિક્ષિત લોકો બેરોજગાર છે. યોજના અને વિકાસ પર સેનેટની સ્ટેન્ડીંગ કમિટીને પોતાના બ્રીફીંગમાં પીઆઇડીઇએ કહ્યું કે દેશભરમાં ૪૦ ટકા શિક્ષિત મહિલાઓ પણ બેરોજગાર છે.

રિપોર્ટ અનુસાર, હાઇકોર્ટમાં એક પટ્ટાવાળાની જગ્યા માટે ઓછામાં ઓછા ૧૫ લાખ લોકોએ અરજી કરી હતી. અધિકારીઓએ કહ્યું કે નોકરી માટે અરજી કરનારાઓમાં એમફીલની ધરાવનારા પણ સામે છે.

(2:44 pm IST)