Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

પાસપોર્ટને કોવીડ વેકસીનેશન સર્ટીફીકેટમાં કેવી રીતે ઉમેરવો ?

વિશ્વના તમામ દેશોમાં રસીના બન્ને ડોઝ વગર પ્રવેશ નથી

નવી દિલ્હી,તા. ૨૮: વૈશ્વિક મહામારી કોરોના વાયરસે વિશ્વભરના દેશોમાં કહેર મચાવ્યો છે. જો કે હવે સંક્રમણ ઘટતા જીવન ધીમે-ધીમે પૂર્વવત થઇ રહ્યુ છે. લોકો દેશ-વિદેશમાં ફરવા જઇ રહ્યા છે, તહેવારોમાં પણ નિયમોમાં છુટછાટ આપી ઉજવણીની મંજૂરી મળી રહી છે.

વિદેશ ફરવા અથવા કામ સબબ જતા લોકો માટે કોવીડ વેકસીન સર્ટીફીકેટ પાસપોર્ટ સાથે લીંક કરવું જરૂરી બન્યુ છે. ત્યારે બન્ને વેકસીન ડોઝ લીધેલા લોકો વિદેશ પ્રવાસ કરી શકે છે. પાસપોર્ટ સાથે વેકસીન સર્ટીફીકે લીંક કરવા માટે અમુક સ્ટેપ ફોલો કરવા જરૂરી છે.

જેના માટે સૌપ્રથમ કોવીનની વેબસાઇટ ઉપર જઇ હોમ પેજમાં સપોર્ટ ઓપ્શન કલીક કરવાનો રહેશે. ત્યારબાદ ત્રણ વિકલ્પો ખુલશે, જેમાંથી સર્ટીફીકેટ કરેકશન વિકલ્પ કલીક કરતા તમારૂ સ્ટેટસ દેખાશે. જે પછી 'રાઇઝ એન ઇસ્યુ' કલીક કરવાનું રહેશે.

તે કલીક કર્યા બાદ 'એડ પાસપોર્ટ ડીટેલ્સ' કલીક કરી તેમાં વ્યકિતનું નામ અને પાસપોર્ટ નંબર એન્ટર કરવાનો રહેશે. અંતમાં તેને સબમીટ કરવાનું રહેશે.

પાસપોર્ટની વિગત સબમીટ કર્યા બાદ યુઝરને તેના રજીર્સ્ટડ મોબાઇલ નંબર ઉપર મેસેજ આવશે. ત્યારબાદ પાસપોર્ટની વિગતો અપડેટ કોવીડ સર્ટીફીકેટ ડાઉનલોડ કરી શકાશે.

(2:41 pm IST)