Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

વિશ્વ પ્રથમ વખત આકાશી કામસૂત્ર નિહાળશે

પોર્ન ફિલ્મનું શૂટિંગ અંતરીક્ષમાં થશે !!!

એડલ્ટ કંપની નાફ્ટી પોર્ન અભિનેત્રી લેકસી લુનાને અંતરીક્ષમાં મોકલવા એલન મસ્કની કંપની સ્પેસ એકસના સ્પેસ પ્રોગ્રામનો સહારો લેશે

ન્યૂયોર્ક, તા.૨૮: એડલ્ટ કંપની નાફ્ટી એક પોર્ન અભિનેત્રીને અંતરિક્ષમાં મોકલવાની તૈયારી કરી રહી છે. કંપની સ્પેસમાં જ એડલ્ટ વીડિયો શૂટ કરશે. તેના માટે નાફ્ટી, એલન મસ્કની કંપની સ્પેસ એકસના એક સ્પેસ પ્રોગ્રામનો સહારો લેશે. જોકે નાફ્ટીનો એવો પ્રયાસ છે કે તે પોર્ન અભિનેત્રી લેકસી લુનાને રોકેટ દ્વારા સ્પેસમાં મોકલવા અને સ્પેસમાં જ પોર્ન વીડિયોઝ શૂટ કરવામાં આવે. તેના માટે નાફ્ટી એલન મસ્કની કંપનીના પ્રાઈવેટ પેસેન્જર પ્રોગ્રામના વિકલ્પને સૌથી શાનદાર માની રહી છે.

ધ સનના જણાવ્યા પ્રમાણે કંપની લેકસીને સ્પેસમાં મોકલવાનો પ્રયાસ કરી રહી છે. તેના માટે લેકસીને પ્રાઈવેટ પેસેન્જર પ્રોગ્રામ અંતર્ગત મોકલવાના પ્રયાસમાં જોડાઈ ગઈ છે. જેના દ્વારા સ્પેસ એકસના આગામી અંતરિક્ષ પ્રોગ્રામમાં લેકસીને પણ જગ્યા મળી શકે અને તે સ્પેસની યાત્રા કરી શકે.

લેકસી લુના જાણીતી પોર્ન સ્ટાર છે. અને તે નાફ્ટી આર્ટ્સની બ્રાન્ડ એમ્બેસેડર છે. નાફ્ટીના જણાવ્યા પ્રમાણે તે લેકસીને અંતરિક્ષમાં મોકલવાનું સપનું પૂરું કરવા માગે છે અને ત્યાં લેકસી પાસે એડલ્ટ વીડિયો પણ શૂટ કરવા ઈચ્છે છે. કંપનીનું કહેવું છે કે સ્પેસ એકસના કારણે હવે સામાન્ય લોકો પાસે પણ સ્પેસમાં જવાનો વિકલ્પ રહેલો છે. એાવામાં અમે ઈચ્છીએ છીએ કે નાફ્ટીને પણ અંતરિક્ષમાં લઈ જવામાં આવે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ એલન મસ્કની કંપની સ્પેસ એકસમાં ચાર સામાન્ય લોકોને અંતરિક્ષમાં મોકલ્યા હતા. ત્રણ દિવસ સુધી અંતરિક્ષમાં રહ્યા પછી ચારેય લોકો સહી સલામત રીતે પૃથ્વી પર પાછા ફર્યા. તેના પછી સામાન્ય લોકોના પણ અંતરિક્ષમાં જવાના દરવાજા ખૂલી ગયા. જોકે નાફ્ટીનું સપનું સાકાર થશે કે નહીં તે તો આવનારો સમય બતાવશે. પરંતુ જો આવું શકય બનશે તો લેકસી લુના સાથે કંપની અંતરિક્ષમાં પણ પોર્ન વીડિયો શૂટ કરશે.

(1:02 pm IST)