Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

મોંઘુ ખાતરઃ ખેડૂતો પરેશાન

ડીએપીના અછતથી એનપીકેના ભાવો ૫૦ ટકા વધ્યા

નવી દિલ્હી, તા.૨૮: વાવણીના સમય ઉપયોગમાં લેવાતા ડાઇ એમોનીયા ફોસ્ફેટ (ડીએપી) ખાતરની અછતથી તેના સૌથી સારા વિકલ્પ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશ્યમ (એનપીકે) પોટાસ અને અન્ય મિશ્રીત ખાતરોની કિંમત ૨૫ થી ૫૦ ટકા જેટલી વધી ગઇ છે. આના કારણે ખેડૂતો પરેશાન છે અને ખેતીની પડતર વધી જવાની આશંકા છે.

ડીએપી અને એનપીકેનો ઉપયોગ એકબીજાના બદલે કરી શકાય છે. આંતરાષ્ટ્રીય બજારમાં ડીએપીની કિંમતો ૬૫ ટકા વધવાથી દેશમાં ડીએપીની આયાત અને સ્ટોક બહુ ઓછો થઇ ગયો છે. ખેડૂતોએ રવિ પાકની વાવણી માટે ખાતર ખરીદીને મુકી રાખવાનું શરૂ કર્યુ છે. તેના કારણે પણ ખાતરની માંગ અને કિંમતો વધ્યા છે.

(1:01 pm IST)