Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

હિમાચલ પ્રદેશ લાહૌલના ખમીંગર ગ્લેશિયરમાં ૧૪ ટ્રેકર્સ ફસાયા : ૨ના મોત : રેસ્કયુ માટે ૩૨ સભ્યોની ટીમ બનાવાઇ

૧૫ સપ્ટેમ્બરે ઇન્ડિયન માઉન્ટેનિયરીંગ ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળના ૬ સભ્યોની ટીમ બાતલથી કાઝા વાયા ખમીંગર ગ્લેશિયર ટ્રેકને પાર કરવા રવાના થઇ હતી

નવી દિલ્હી તા. ૨૮ : હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં ટ્રેકિંગ માટે ખમીંગર ગ્લેશિયર ગયેલા ૧૬ ટ્રેકર્સ ત્યાં ફસાયા છે. બરફ વર્ષા અને ઠંડીના ચાલતા ત્યાં બે લોકોના મોત થયા છે. જયારે અન્ય ફસાયેલા છે. સૂચના મળ્યા બાદ હવે જિલ્લા પ્રશાસને આના બચાવ માટે અભિયાન શરૂ કરી દીધુ હતુ. આ ઉપરાંત હવે એક ૩૨ સભ્યોના રેસ્કયૂ ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું છે.

લાહૈલ સ્પીતિના ડીસી નીરજ કુમારે જણાવ્યું કે ખમીંગર ગ્લેશિયરમાં ફસાયેલા ૧૬ ટ્રેકર્સે રેસ્કયૂ કરવાના કાર્ય પ્રશાસને શરુ કરી દીધી છે. સ્પીતિ પ્રશાસને સોમવારે સવારે ૧૬ સભ્યોના દળના ૨ સભ્યોને કાઝામાં આવીને માહિતી આપી કે તેમના અન્ય સાથી ખમીંગર ગ્લેશિયરમાં ફસાયેલા છે. જેમાંથી ૨ ટ્રેકરના મોત થયા છે. જયારે અન્ય સાથી હજું પણ ત્યાં ફસાયેલા છે. હજું ૧૪ સભ્ય ફસાયેલા છે. પ્રશાસને ૩૨ સભ્યોના રેસ્કયૂ ટીમનું ગઠન કર્યું છે. આ ટીમમાં ૧૬ આઈટીબીપીના જવાન, ૬ ડોગરા સ્કાઉટના જવાન , એક ચિકિત્સક પણ છે. આ સાથે જ ૧૦ પોટર ભાર ઉઠાવવાનું કામ કરશે.

ડીસી નીરજ કુમારે જણાવ્યું કે  ૧૫ સપ્ટેમ્બરે ઈન્ડિયન માઉન્ટેનિયરિંગ ફાઉન્ડેસન પશ્ચિમ બંગાળના ૬ સભ્યોની ટીમ બાતલથી કાઝા વાયા ખમીંગર ગ્લેશિયર ટ્રેકને પાર કરવા રવાના થઈ હતી. આ સાથે ૧૦ પોટર પણ સામેલ છે. પ્રશાસનને મળતી માહિતી મુજબ ૩ ટ્રેકર, એક શેરપા એટલે કે લોકલ ગાઈડ અને ૧૦ પોટર પણ ખમીંગર ગ્લેશિયર ગયા છે.  ગ્લેશિયરની ઉંચાઈ લગભગ ૫૦૩૪ મીટર છે. ટ્રેકર્સ આમાં ફસાયેલા છે. બચાવ દળને ખમીંગર પહોંચવામાં ૩ દિવસ લાગશે. હેલિકોપ્ટરના માધ્યમથી રેસ્કયૂ કરવાને લઈને વાતચીત કરવામાં આવી છે. ત્યાં હેલિકોપ્ટરના માધ્યમથી ન પહોંચી શકાય. એટલા માટે ૩૨ સભ્યોની રેસ્કયૂ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે.

રેસ્કયૂ પિન વેલીના કાહ ગામથી શરુ થશે. પહેલા દિવસે ૨૮ સપ્ટેમ્બરે કાહથી ચંકથાંગો, બીજા દિવસે ચંકથાંગોથી ઘાર થાંગો અને અંતિમ દિવસ ઘારથાંગોથી ખમીંગર ગ્લેશિયર રેસ્કયૂ ટીમ પહોંચશે. ત્યારે ૩ દિવસ પાછા ખમીંગરથી કાહ પહોંચવામાં લાગશે.

પશ્ચિમ બંગાળના કોલકત્ત્।ાના ભાસ્કર દેવ મુખોપાધ્યાય (૬૧)  અને બેલગોરિયાના સંદીપ કુમાર ઠાકુરાતા (૩૮)ના મોત થયા છે. તો કોલકત્તાના દેબાશીષ બર્ધન(૫૮), રણધીર રાય (૬૩), રામકૃષ્ણ પાલી, તપસ કુમાર દાસ(૫૦), ચિંતરંજન બર્ધવાન અને અતુલ (૪૨) હજું ફસાયેલા છે. આની સાથે પોર્ટર પર સામેલ છે.

(1:01 pm IST)