Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

સાઉદી અરેબીયાની મસ્જીદોમાં ૬૦૦ સ્ત્રીઓને જવાબદારી સોંપાઇ

દુબઈ,તા. ર૮ : અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન હેઠળ મહિલાઓના અધિકારો મર્યાદિત છે, જ્યારે અન્ય ઇસ્લામિક દેશ સાઉદી અરેબિયાએ મહિલા સશકિતકરણનો દાખલો બેસાડ્યો છે. ત્યાંની બે મોટી મસ્જિદોમાં ૬૦૦ જેટલી પ્રશિક્ષિત મહિલાઓને તૈનાત કરવામાં આવી છે.

ધ ટ્રિબ્યુનલના અહેવાલ અનુસાર, બંને મસ્જિદોમાં તૈનાત મહિલાઓમાંથી ૨૦૦ જેટલી મહિલાઓ બૌદ્ધિક કાર્ય કરી રહી છે. બાકીની મહિલાઓ વહીવટી અને સેવાકીય કામગીરી માટે જવાબદાર સંભાળી રહી છે.

આ ઉપરાંત આ વર્ષથી જ મહિલા સૈનિકોને ખાકી વરધીમાં મક્કા અને મદીના મસ્જિીદમાં તૈનાત કરવામાં આવ્યા છે.

પ્રિન્સ સલમાનનું વિઝન ૨૦૩૦

છેલ્લા કેટલાક વર્ષોમાં, સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નેતૃત્વમાં વિઝન ૨૦૩૦ હેઠળ મહિલાઓ માટે ઘણા વિસ્તારો ખુલ્લા કરવામાં આવ્યા છે. ત્યાંના સંરક્ષણ મંત્રાલયે તેની જાહેરાત કરી છેમહિલાઓ સેનામાં વિવિધ પોસ્ટ માટે પણ અરજી કરી શકે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ૧,૫૦૦ મહિલાઓ મસ્જિદ અલ-હરમમાં તૈનાત હતી.

સાઉદી મહિલાઓને ૨૦૧૫ માં કર ચૂકવવાનો અધિકાર મળ્યો છે.  બાદમાં તેમને સિનેમાઘરો અને સ્ટેડિયમ -ફૂટબોલ મેચમાં ફિલ્મો જોવાની પણ પરવાનગી મળી છે.  ત્રણ વર્ષ પહેલા આ નિયમ અમલમાં આવ્યો હતો કે સાઉદી અરેબિયામાં કોઈ પણ પુરુષ પત્નીને જાણ કર્યા વગર છૂટાછેડા લઈ શકે નહીં.

(1:00 pm IST)