Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

મોંઘવારીનો વધુ એક માર

હવે CNG-PNGનો વારોઃ ૧૦.૧૧ ટકાનો ભાવ વધારો થઇ શકે છે

નવી દિલ્હી, તા.૨૮: વધતી જતી મોંદ્યવારીના કારણે ફરી એકવાર આકરો ઝટકો લાગવાનો છે. ફરી એકવાર સીએનજી (CNG) અને પાઇસના રસોઇ ગેસના ભાવ (PNG) માં આગામી મહિને ૧૦-૧૧ ટકાનો વધારો થઇ શકે છે. આઇસીઆઇસીઆઇ સિકયોરિટીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઓકટોબરમાં સરકાર ગેસના ભાવમાં લગભગ ૭૬ ટકાનો વધારો કરી શકે છે. આવો જાણીએ હવે કેટલી વધશે કિંમત. 

ગેસના ભાવમાં વધારાથી ગાડી ચલાવવી અને ભોજન બનાવવું મોંદ્યુ બનશે. એટલે કે લગભગ ફરી જનતાને બમણો માર પડવાનો છે. જોકે નવી ડોમેસ્ટિક ગેસ પોલિસી ૨૦૧૪ હેઠળ દર છ મહિનામાં નેચરલ ગેસના ભાવ નક્કી કરવામાં આવે છે. તેના અનુસાર હવે આગામી સમીક્ષા ૧ ઓકટોબરના રોજ થશે. ઓકટોબર બાદ એપ્રિલ ૨૦૨૨ માં ગેસના ભાવ નક્કી થશે.

બ્રોકરેજના અનુસાર, ૧ ઓકટોબર, ૨૦૨૧ થી ૩૧ માર્ચ ૨૦૨૨ના સમયગાળા માટે ખ્ભ્પ્ એટલે એડમિનિસ્ટર્ડ રેટ ૩.૧૫ અમેરિકી ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યૂનિટ (mmBtu) થઇ જશે, જે હાલ ૧.૭૯ ડોલર છે. રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ લિમિટેડના કેજી-ડી૬ અને બીપી પીએલસી (BP Plc) જેવા ઉંડા પાણીના વિસ્તારોમાં ગેસના દર આગામી મહિને વધીને ૭.૪ ડોલર પ્રતિ એમએમબીટીયૂ થઇ જશે.

આઇસીઆઇસીઆઇ સિકયોરિટીના રિપોર્ટ અનુસાર સિટી ગેસ ડિસ્ટ્રીબ્યૂટર્સ (CGD) ને ઓકટોબરમાં ભાવમાં ૧૦-૧૧ ટકાનો વધારો કરવો પડશે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ચલણના અનુસાર એપ્રિલ ૨૦૨૨ થી સપ્ટેમ્બર ૨૦૨૨ માં APM ગેસના ભાવ ૫.૯૩ અમેરિકી ડોલર પ્રતિ mmBtu અને ઓકટોબર ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૩ દરમિયાન ૭.૬૫ અમેરિકી ડોલર પ્રતિ mmBtu થવાની આશા વ્યકત કરવામાં આવી રહી છે.

એટલે એપ્રિલ ૨૦૨૨ માં CNG અને પાઇપ્ડ પ્રાકૃતિ ગેસ (PNG) ના ભાવમાં ૨૨-૨૩ ટકા અને ઓકટોબર ૨૦૨૨ માં ૧૧-૧૨ ટકાનો વધારો થશે. APM ગેસની કિમત FY22ની પહેલી છમાસિકમાં ૧.૭૯ ડોલર પ્રતિ mmBtu થી FY23 ની બીજી છમાસિકમાં ૭.૬૫ ડોલર પ્રતિ mmBtu સુધી વધવાનો અર્થ MGL અને  IGL ઓકટોબર ૨૦૨૧ થી ઓકટોબર ૨૦૨૨ દરમિયાન ૪૯-૫૩ ટકાનો વધારો કરવો પડશે. ગેસના ભાવમાં વધારા થી ઓએનજીસી અને ઓઇલ ઇન્ડીયા લિમિટેડ (OIL) ની સાથે-સાથે રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ લિમિટેડ જેવી ખાનગી કંપનીઓના માર્જિનને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે.

(11:52 am IST)