Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

પાકિસ્તાનનાં દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકને હાર્ટ એટેક

હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ એન્જીયોપ્લાસ્ટી કરાવી: હાલમાં તબિયત સ્થિર

લાહોર :પાકિસ્તાનનાં દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકને હાર્ટ એટેક આવ્યો છે. સોમવારે તેમની હાલત વધુ ખરાબ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેમણે એન્જીયોપ્લાસ્ટી કરાવી છે. હાલમાં તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.

  ડોક્ટરોની એક ટીમ તેમના પર નજર રાખી રહી છે. મળતી માહિતી મુજબ, ઇન્ઝમામ છેલ્લા ત્રણ દિવસથી છાતીમાં દુખાવાની ફરિયાદ કરી રહ્યા હતા. ઘણા પાકિસ્તાની ક્રિકેટરોએ ઇન્ઝમામ-ઉલ-હક વિશે ટ્વીટ કર્યું છે અને તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.  

  ઇન્ઝમામ છેલ્લા ત્રણ દિવસથી છાતીમાં દુખાવાથી પરેશાન હતા, જે પ્રારંભિક ટેસ્ટમાં સામે આવ્યુ ન હોતું, પરંતુ સોમવારે હાથ ધરવામાં આવેલા ટેસ્ટમાં જાણવા મળ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને સર્જરી માટે લઈ જવામાં આવ્યા હતા.

 લાહોરમાં સોમવારે સાંજે તેની સફળ એન્જીયોપ્લાસ્ટી થઈ હતી. પાકિસ્તાનનાં આ દિગ્ગજ ખેલાડી છેલ્લા ત્રણ દિવસથી છાતીમાં દુખાવાથી પરેશાન હતા. સોમવારે હાથ ધરવામાં આવેલા ટેસ્ટમાં જાણવા મળ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. જે બાદ તેમને સર્જરી માટે લઈ જવામાં આવ્યા હતા.

(11:25 am IST)