Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

કેવો પતિ! જીવનસાથીને આપી પરપુરુષ સાથે અફેરની મંજૂરીઃ પછી પત્નિ ઝાલી રહે ખરી? કર્યો મોટો કાંડ

પોતે કામકાજમાં વ્યસ્ત હોવાથી પૂરતો ટાઈમ આપી ન શકનાર પતિએ પત્નિને બીજા સાથે સંબંધ રાખવાની મંજૂરી આપતા જ પત્નીએ સહકર્મી સાથે સંબંધ રાખ્યા

નવી દિલ્હી, તા.૨૮: લોકો લગ્ન જીવનને યોગ્ય રીતે ચલાવવા માટે વિવિધ રીતો અજમાવે છે. જેમ કે પરસ્પર વિખવાદ દૂર કરવો, એકબીજાને શકય તેટલો સમય આપવો, સમાધાન કરવું અથવા કાઉન્સેલિંગ માટે જવું. જોકે, એક વ્યકિતએ જે રીતે પોતાના લગ્ન બચાવવાનો પ્રયાસ કર્યો તેનો તેને પોતે જ અફસોસ થવા લાગ્યો હતો. આ વ્યકિતએ રિલેશનશિપ પોર્ટલ પર આ ખુલાસો કર્યો હતો.

તે માણસે લખ્યું, 'હું મારા કામમાં ખૂબ વ્યસ્ત હતો અનેમારી પત્નીને પૂરતો સમય આપી શકતો નથી. છતાં હું ઇચ્છતો હતો કે મારી પત્ની ખુશ રહે અને મજા કરે. અમે કેટલાક નિયમો પણ બનાવ્યા જેવા કે કયારેય પણ બાળક ન થવા દેવું અને લગ્ન બહારના સંબંધોમાં પણ એકબીજાને પૂરતી આઝાદી આપવી.

અમારાં લગ્નજીવનમાં ધીમેધીમે તિરાડ પડવા લાગી હતી. એક દિવસ મને ખબર નહોતી કે મને શું લાગ્યું કે મેં મારી પત્નીને કહ્યું કે જો તે મારી સાથે છેતરપિંડી કરશે અને બીજા કોઈ સાથે અફેર કરશે તો તેને કોઈ ફરક નહીં પડે. પહેલાં તો પત્નીને આ વાત સમજાઈ નહીં અને મને દ્યણી વાર પૂછ્યું કે મારો મતલબ શું છે. ગુસ્સે થઈને મેં કહ્યું કે તારે જે કરવું હોય તે કર અને મને કશું કહેવાની પણ જરુર નથી.

તે વ્યકિતએ લખ્યું, થોડા દિવસો પછી મારી પત્નીએ મને કહ્યું કે તેની ઓફિસમાં એક સાથી તેની સાથે ચેનચાળા કરે છે અને મેં તેને બીજા કોઈ સાથે અફેર કરવાની મંજૂરી આપી હોવાથી તેણે પણ તે માણસમાં રસ દાખવવાનું શરૂ કર્યુંછે. એક મહિનામાં જ બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા અને શારીરિક સંબંધ બાંધ્યો. ત્યાર બાદ પણ પત્નીએ બીજા પુરુષો સાથે સંબંધો રાખ્યા હોવાનું પણ જણાવાય છે. પતિની આ મંજૂરી તેને જ ભારે પડી હોવાનું લાગી રહ્યું છે.

(10:31 am IST)