Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાને સાત વિકેટ હરાવ્યું : પાંચ હાર બાદ જીતનો સ્વાદ ચાખ્યો

સનરાઇઝર્સે 183 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 165 રનનો લક્ષ્‍યાંક હાંસલ કર્યો : જેસન રોયે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ડેબ્યુમાં યે 42 બોલમાં 60 રન ફટકાર્યા

મુંબઈ :  IPL 2021ની 40મી મેચમાં આજે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઇ છે. રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આજની મેચમાં બંને ટીમોમાં ઘણા ફેરફાર થયા છે. ઇંગ્લેન્ડનો મજબૂત ઓપનર જેસન રોય હૈદરાબાદ તરફથી ડેબ્યૂ કર્યો હતો.ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 14 મી સીઝનની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) એ રાજસ્થાન રોયલ્સ (RR) ને સાત વિકેટથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 4 વિકેટે 164 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સે 183 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 165 રનનો લક્ષ્‍યાંક હાંસલ કર્યો હતો

સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ડેબ્યૂ કરતી વખતે જેસન રોયે શાનદાર અડધી સદી ફટકારી હતી. રોયે રિદ્ધિમાન સાહા સાથે મળીને હૈદરાબાદને ઝડપી શરૂઆત આપી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 57 રન જોડ્યા. આ પછી, રોયે કેપ્ટન કેન વિલિયમસન સાથે મળીને રાજસ્થાનને મેચમાંથી બહાર કાઢવા માટે બીજી અડધી સદીની ભાગીદારી કરી.હતી

જેસન રોયે 42 બોલમાં 60 રન બનાવ્યા હતા. 8 ચોગ્ગા અને એક છગ્ગો. સાહા 18 અને પ્રિયમ ગર્ગ શૂન્ય રને આઉટ થયા હતા. કેન વિલિયમસન 51 અને અભિષેક શર્મા 21 રને અણનમ રહ્યા હતા. બંનેએ ચોથી વિકેટ માટે અણનમ 48 રનની ભાગીદારી કરી. વિલિયમસને 41 બોલનો સામનો કર્યો હતો. 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.

(12:03 am IST)