Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પર એક યુવકે ઈંડા ફેંક્યા : ખભા પર વાગ્યું

રેસ્ટોરન્ટ ફેર વિઝિટ દરમિયાન ફેક્યુ ઇંડુ પરંતુ તૂટ્યા વગર તે નીચે પડી ગયો

નવી દિલ્હી :   ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન જ્યારે દક્ષિણ-પૂર્વ શહેર લિયોનમાં રેસ્ટોરન્ટ એન્ડ ટ્રેડ ફેરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન એક યુવકે તેમના પર ઇંડા ફેક્યા. ઇંડા તેમના ખભા પર વાગ્યું, પરંતુ તૂટ્યા વગર તે નીચે પડી ગયો. મળતી માહિતી મુજબ હુમલાખોરને ટૂંક સમયમાં કન્ટ્રોલમાં લઇ લેવામાં આવ્યો હતો અને રૂમમાંથી બહાર કાઢવામાં આવ્યો. હતો

  રાષ્ટ્રપતિ મેક્રોને જણાવ્યું કે તેઓ હુમલાખોર સાથે બાદમાં વાત કરવાનો પ્રયાસ કરશે. ઇન્ટરનેશનલ કેટરિંગ, હોટલ એન્ડ ફૂડ ટ્રેડ ફેર (SIRHA) દરમિયાન મેક્રોને જણાવ્યું કે જો તેને મને કંઈ કહેવું હોય તો તેને આવવા દો. તેમણે જણાવ્યું કે હું તેને પછી મળવા જઈશ.

ફ્રાન્સના રાજકારણમાં ગુસ્સે ભરાયેલા વિરોધીઓ માટે ઇંડા સામાન્ય છે, અને ઇમેન્યુઅલ મેક્રોન પણ તેનાથી અપવાદ નથી. જ્યારે તેઓ 2017માં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા, ત્યારે પેરિસમાં તેમના નેશનલ એગ્રીકલ્ચર પ્રવાસ દરમિયાન, ટોળા દ્વારા તેમના પર ઇંડા ફેંકવામાં આવ્યા હતા, જે તેમના માથા પર ફૂટ્યા હતા.

જૂન મહિનામાં જ્યારે તેઓ દક્ષિણ શહેર વેલેન્સમાં તેમના શુભેચ્છકો સાથે હાથ મિલાવી રહ્યા હતા, ત્યારે એક વ્યક્તિએ તેમને થપ્પડ મારી દીધો હતો. 28 વર્ષીય વ્યક્તિ જેણે કોર્ટને કહ્યું કે તેને 2018 અને 2019ના સરકાર વિરોધી 'યલો વેસ્ટ' વિરોધ સાથે સહાનુભૂતિ છે, તેને ચાર મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી.

(12:00 am IST)