Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

એનડીએ ફકત નામનું છેલ્લા ૧૦ વર્ષમાં પીએમએ નથી બોલાવી એક પણ બેઠકઃ અકાલી દલ

બીજેપીના નેતૃત્વવાળા એનડીએને છોડયા પછી શિરોમણી અકાલી દળ પ્રમુખ સુખબીરસિંહ બાદલએ કહ્યું છે કે ગઠબંધનએ વિશ્વસનિયતા ગુમાવી દીધી હતી. એમણે કહ્યું છેલ્લા ૭, ૮, ૧૦ વર્ષથી એનડીએ ફકત નામનું છે. મને છેલ્લા ૧૦ વર્ષમાં એક દિવસ પણ યાદ નથી જયારે પ્રધાનમંત્રીએ એનડીએની બેઠક બોલાવી હોય. બાજપાયીનો સમય ઉચિત સંબંધ હતો.

(11:32 pm IST)
  • UPSCની પરીક્ષા મોકૂફ રાખવા અંગે સુપ્રીમમાં વધુ સુનાવણી ૩૦મીએ : UPSCની પરીક્ષા મોકૂફ રાખવાની માગનો મામલે સુપ્રીમમાં વધુ સુનાવણી ૩૦ સપ્ટેમ્બરના હાથ ધરાશે : કોર્ટમાં UPSCએ જવાબ રજૂ કર્યો, પરીક્ષા મહત્વપૂર્ણ સરકારી સેવાઓ માટે છે, હવે પરીક્ષા સ્થગિત કરવી યોગ્ય નથીઃ સુપ્રીમ કોર્ટે UPSCને લેખીતમાં એફિડેવિટ આપવા કહ્યું access_time 2:54 pm IST

  • આદિજાતિ વિસ્તારોમાં સિંચાઇ માટે પાણી પહોંચાડી વનબંધુ વિસ્તારની કાયાપલટની મુખ્યમંત્રી રૂપાણીની નેમ થશે સાકાર : વિજયભાઈ રૂપાણીએ આદિજાતિ વિસ્તાર ઉમરપાડા-ડેડીયાપાડા તાલુકા માટે તાપી-કરજણ ઉદવહન સિંચાઇ યોજનાના રૂપિયા ૬૫૧ કરોડના કામોના ટેન્ડરને મંજૂરી આપીઃ સુરત અને નર્મદા જિલ્લાના ૭૩ આદિજાતિ ગામોને મળશે બારમાસી સિંચાઈ સુવિધા-૫૩૭૦૦ એકર જમીનને મળશે ઉદવહન સિંચાઇ યોજનાનો લાભઃ ૩૬ મહિનામાં યોજના સાકાર થશેઃ૧૦૦ હયાત ચેકડેમ ભરવાનું અને ૩ મોટા ચેકડેમ બનાવવાનું પણ આયોજન access_time 2:53 pm IST

  • 30 સપ્ટે.ના રોજ બાબરી ધ્વંસનો ચુકાદો : ફાંસી થાય તો મંજુર પણ જામીન નહીં માંગુ : કોરોના સંક્રમિત ભાજપ આગેવાન ઉમા ભારતીએ હરિદ્વારથી ભાજપ અધ્યક્ષને પત્ર લખી જાણ કરી access_time 8:24 pm IST