Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

પાક તરફથી એલઓસી પર ઝડપથી થતી ગોલાબારી વચ્‍ચે બંકરોની માંગને લઇ ઉઠતો અવાજ બંકરોની તાતી આવશ્‍યકતા

એલઓસીથી જોડાયેલી મનકોટની રૂબિના કૌસરનીબદકિસ્‍મતી આ હતી કે પાક ગોલાબારીથી બચવા ખાતર એણે ઘરની આસપાસ કોઇ બંકર ન હતા. નતીજતન એના બે બાળકો અને તે ખુદ પણ મોતની આગોશમાં એટલા માટે સુઇ ગઇ કે પાક સેનાએ રહેણાંક વસ્‍તીઓને નિશાના બનાવી ગોળા વરસાવ્‍યા હતા.

૮૧૪ કિ.મી. લાંબી ભારત - પાક એલઓસી પર હજુ પણ ઘણા પરિવારો રહે છે અને તેઓ બંકરો અને એની પ્રતિક્ષા કરી રહ્યા છે. છેલ્લા લગભગ બે વરસથી ૧૪૪૬૦ બંકરો બનાવવાની પ્રક્રિયા કાચબા ચાલે ચાલી રહી છે. કેટલી બધી ધીમી પ્રક્રિયા છે. બંકરોમાં પાણી ઘૂસી જવાથી મુશ્‍કેલી પણ ઉભી થાય છે.

(11:09 pm IST)