Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

વૈશ્વિક સંકેતોનો અણસાર નબળો મળતા સોનુ, રૂપિયો અને ક્રૂડના ભાવોમાં સતત ઘટાડાનો દોર જ્યારે ચાંદીના ભાવમાં ઉછાળો

ચાંદીનો ભાવ શુક્રવારની સરખામણી એ પ્રતિકીલો એ રૂ. ૫૯૪ વધીને આવ્યો હવે રૂ. ૫૮,૦૭૧ થયો

નવી દિલ્હી : આમ તેમા 2,370 લોટનું ટર્નઓવર થયુ હતુ. સોનાની ધાતુનો (gold-silver) ડિસેમ્બર ડિલિવરીનો ભાવ 131 રૂપિયા કે 0.26 ટકા ઘટી 49,519 થયો હતો. તેમા 14,348 લોટના સોદા થયા હતા. ન્યૂયોર્કમાં પણ સોનાનો ભાવ 0.38 ટકા ઘટીને પ્રતિ ઔંસ 1,859.30 ડોલર ચાલતો હતો.

ચાંદીનો ભાવ  પણ શુક્રવારના બંધ સામે પ્રતિ કિલો 594 રૂપિયા વધીને 58,071 થયો હતો.

નબળા વૈશ્વિક સંકેતો અને ઇક્વિટી બજારમાં આવેલી તેજીના લીધે મુંબઈના રિટેલ બજારમાં સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે 89 રૂપિયા વધી 49,757 થયો હતો. કીમતી ધાતુ દબાણ હેઠળ હોવાનું કારણ અમેરિકાની ચૂંટણી ચર્ચાની જોવાતી રાહ અને ચીનના ચાવીરૂપ આંકડા છે. જ્યારે મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે 45,577 થયો હતો. જ્યારે 18 કેરેટના સોનાનો ભાવ 37,318 પ્લસ જીએસટી હતો.

અમદાવાદમાં 99.9 સોનાનો ભાવ 50500-51300 થયો હતો. 99.5 સોનાનો ) ભાવ 50,300-51,100 થયો હતો. જ્યારે હોલમાર્ક સોનાનો ભાવ 50,275 થયો હતો. જ્યારે ચાંદી ચોરસાનો ભાવ 56,200-58,200 હતો. ચાંદી રૂપુનો ભાવ 56,000-58000 હતો. જૂના સિક્કાનો ભાવ 575-775 હતો.

રૂપિયામાં ઘટાડો

રૂપિયો ડોલર સામે 18 પૈસા ઘટીને 73.79 પર બંધ આવ્યો હતો. ડોલર સામે મેળવેલો પ્રારંભિક ઉછાળો પછી ઘટતા રૂપિયો ઘટ્યો હતો. રૂપિયો ઇન્ટરબેન્ક ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે 3 પૈસા નીચે ખૂલ્યો હતો. એકદમ અસ્થિર ટ્રેડિંગ સત્ર પછી છેવટે તે ડોલર સામે અગાઉના બંધથી 18 પૈસા નીચે બંધ આવ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો મૂડીબજારમાં ચોખ્ખા વેચનાર રહ્યા હતા. તેમણે શુક્રવાર સુધીમાં 2,080.21 કરોડની ચોખ્ખી વેચવાલી કરી છે, એમ એક્સ્ચેન્જના આંકડા જણાવે છે.

ઓઇલ પણ ઘટ્યુ

સોમવારે ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 32 સેન્ટ કે 0.7 ટકા ઘટીને 41.60 ડોલર હતુ. જ્યારે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઇ) ક્રૂડ 36 સેન્ટ કે 0.8 ટકા ઘટીને પ્રતિ બેરલ 39.89 ડોલર હતું.

(9:25 pm IST)