Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

નાક માર્ગે કોરોના વાયરસની રસી આપવામાં આવી શકે છે

નેઝલ વેક્સિન પર પણ રિસર્ચ કરવામાં આવી રહ્યું છે : ઉંદરોને નાક દ્વારા વેક્સિન આપવામાં આવી હતી, પરંતુ તેમના ફેફસા ઉપર તેની કોઈ આડ અસર થઈ નહતી

નવી દિલ્હી,તા.૨૮ : કોરોના વાયસના કેસ અટકવાનું નામ નથી લઈ રહ્યા, આવામાં કોરોના રસીની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. અલગ-અલગ દેશોમાં ૩૦૦ કરતા વધારે વેક્સીન ડેવલપ કરવામાં આવી રહી છે. જેમાંથી મોટાભાગની વેક્સીન ઈન્જેક્શન દ્વારા શરીરમાં દાખલ કરવા માટે તૈયાર કરવા પર રિસર્ચ ચાલી રહ્યા છે. જોકે, કેટલીક વેક્સીન રીતે વિક્સિત કરવાની કોશિશ કરાઈ રહી છે કે જે શરીરમાંના દ્વારા પહોંચાડવામાં આવે. જેને નેઝલ કે ઈન્ટ્રાનેઝલ વેક્સીન કહેવાય છે. કોરોના વાયરસ નાક દ્વારા એન્ટ્રી કરે છે. વૈજ્ઞાનિકોનો તર્ક છે કે જે ટિશ્યુથી પેથોજેનનો સામનો થશે, ટિશ્યુઝમાં ઈમ્યુન રેસ્પોન્સ ટ્રિગર કરવાથી અસરદાર સાબિત થઈ શકે છે. બીજો તર્ક જે નેઝલ સ્પ્રેના પક્ષમાં રજૂ કર્યો છે તેનું કારણ ઈન્જેક્શનથી મોટાભાગના લોકોને ડર લાગવાનું રજૂ કરાયું છે. સાથે રીતે વેક્સીનને મોટા પ્રમાણમાં પ્રોડ્યુસ કરવી સરળ બનશે.

આવો ઈન્ટ્રોજન વેક્સીન વિશે વિગતે જાણીએ. ઉંદરોના એક સમૂહને ઈન્જેક્શન દ્વારા વેક્સીન આપવામાં આવી. પછી SARS-CoV-2થી એક્સપોઝ કર્યા બાદ ફેફસામાં વાયરસ નથી મળ્યા પરંતુ વાયરલ આરએનએના કેટલાક ભાગ જરુર મળ્યા છે. જેની સામે ઉંદરોને નાક દ્વારા વેક્સીન આપવામાં આવી હતી, પરંતુ તેમના ફેફસા પર આએનએની અસર નથી થઈ. સ્ટડીઝ પણ જણાવે છે કે નેઝલ વેક્સીન એલજીસી અને મ્યુકોસલ એલજીએ ડિફેન્ડર્સને પણ વધારે છે જે વેક્સીનને અસરદાર બનાવવામાં મદદરુપ થાય છે. સામાન્ય રીતે ઈન્ટ્રામસ્કુલર (ઈન્જેક્શનવાળી) વેક્સીન નબળા મ્યુકોસલ રિસ્પોન્સ ટ્રિગર કરે છે કારણ કે તેના બાકી અંગોની ઈમ્યુન સેલસને ઈન્જેક્શનની જગ્યાએ લાવવાનું રહેશે. સામાન્ય વેક્સીન કરતા આને મોટા પ્રમાણમાં બનાવવું અને ડિસ્ટ્રીબ્યુટ કરવું સરળ છે. એટલે કે ઝડપથી કોરોના વાયરસની રસી લોકો સુધી પહોંચાડી શકાય છે.

જેમાં પ્રોડક્ટ ટેક્નિકનો ઉપયોગ થાય છે જે ઈન્ફ્લુએન્ઝા વેક્સીનમાં ઉપયોગમાં લેવામાં આવે છે. નેઝલ વેક્સીન તમારી ઈમ્યુન સિસ્ટમને લોહીમાં અને નાકમાં પ્રોટીન્સ બનાવા માટે મજબૂત કરે છે જે વાયરસથી લડે છે. ડૉક્ટર તમારા નાકમાં નાની સીરિંજ (સોય વગર)ની વેક્સીનનો સ્પ્રે કરશે. વેક્સીન લગભગ બે અઠવાડિયે કામ કરવાનું શરુ કરે છે. નાક દ્વારા આપવામાં આવેલી દવા ઝડપથી નેઝલ મ્યુકોસામાં સોસાઈ જાય છે, પછી તે ધમનીઓ અને રક્ત શિરાઓ દ્વારા શરીરમાં પહોંચી જાય છે. નેઝલ અને ઓરલ વેક્સીન ડેવલપ કરનારી ટેક્નોલોજી ઓછી છે. સ્પષ્ટ પણ નથી થયું કે કોરોનાવાયરસ સામે લડવા માટે કેટલી વેક્સીનની જરુર પડશે. નેઝલ સ્પ્રે દ્વારા દવાનું ઘણું ઓછા પ્રમાણમાં શરીરમાં દાખલ થાય છે.

ફ્લૂ માટે બનેલી નેઝલ વેક્સીન બાળકો પર તો વધારે સારી અસર કરે છે પરંતુ એડલ્ટ્સ (વયસ્ક)ના શરીર પર કામ કરવામાં નબળી પડી જાય છે તેવું માનવામાં આવે છે. રશિયાએ વેક્સીન તૈયાર કરી લીધી છે અને તે અસરકારક હોવાનું માનવામાં આવે છે, જોકે, રસીની અસર સામે દુનિયાના ઘણાં રિસર્ચર્સ અને એક્સપર્ટ્સ દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ ભારત સહિત અમેરિકા, ઈંગ્લેન્ડ, ચીન સહિતના દેશોમાં કોરોના વાયરસ સામે લડવા માટેની રસીની શોધ કરવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી તેમાં સફળતા મળી નથી. ઘણાં દેશોમાં ટ્રાયલ અંતિમ તબક્કામાં ચાલી રહી છે.

(7:18 pm IST)